જલદી સૂર્ય અને શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. એટલે કે જૂન મહિનામાં સૂર્ય અને શનિ એક સાથે ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્ય 15 જૂનના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને શનિ 17 જૂનના રોજ પોતાની જ રાશિ  કુંભમાં વક્રી થવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિનું એકસાથે વક્રી થવું ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે સૂર્ય અને શનિનો પિતા-પુત્રનો સંબંધ છે. સૂર્ય અને શનિના આ ગોચરથી કઈ રાશિવાળાને લાભ થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
મિથુન રાશિવાળાઓને કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. જીવનમાં માનસન્માન વધશે. તમામ મનોકામનાઓ પૂરી થશે. કૌટુંબિક જીવનમાં ઢગલો ખુશીઓ મળશે. 


સિંહ રાશિ
શનિ અને સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને ભાગ્યનો સાથ પ્રાપ્ત  થશે. પૈતૃક સંપત્તિ દ્વારા ધનનું આગમન થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. બિઝનેસવાળાઓ માટે આ સમય ખુબ સારો રહેશે. ધાર્મિક કાર્યોથી લાભ થશે. 


કન્યા રાશિ
બંને ગ્રહોનું ગોચર કન્યા રાશિવાળાની આર્થિક સ્થિતિ મજબૂત કરશે. સહકર્મીઓનો પૂરેપૂરો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને અપાર સફળતા મળશે. ખર્ચામાં થોડો વધારો થશે પરંતુ કોઈ કામ અટકશે નહીં. 


Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ


Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ


કરોડપતિ બનતા પહેલા ભગવાન આપે છે આ સંકેત, ઘરની તિજોરીઓ પણ નાની પડશે


મકર રાશિ
સૂર્ય અને શનિનું ગોચર મકર રાશિવાળાને આર્થિક લાભ કરાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કરિયરમાં ફાયદો થશે. ઘરમાં મોટાનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. અન્ય ક્ષેત્રોમાં પણ લાભ થશે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન રહેશે. આવકમાં વધારો થશે. ખર્ચામાં પણ નિયંત્રણ રાખવું પડશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)