જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે 11 જાન્યુઆરી પોષ અમાસના રોજ સૂર્ય અને શનિ દેવનું એકસાથે નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે. જેમાં હાલના સમયમાં ગ્રહોના રાજા સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે અને કર્મફળ દાતા શનિ શતભિષા નક્ષત્રના બીજા ચરણમાં ગોચર કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમની આ સમય દરમિયાન કિસ્મત ચમકી શકે છે. અપાર ધનલાભ થઈ શકે છે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે સૂર્ય અને શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. આ સાથે જ નવું કામ શરૂ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રમાં ધન સંબંધિત સ્થિતિઓમાં સુધાર કરવાનો સમય છે. આર્થિક લાભ થઈ શકે છે. આ સાથે જ આ સમયમાં તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો જે તમારા લાભકારી રહેશે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આ સાથે જ આ સમય દરમિયાન પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે. 


કર્ક રાશિ
સૂર્ય અને શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે લાભકારી રહેશે. આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. આ સાથે જ તમને સંતાન સંબંધિત સારા સમચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમય દરમિયાન તમને સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જે લોકો અપરિણીત છે જેમના લગ્ન નક્કી થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને જોબના પ્રસ્તાવ મળી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનું નક્ષત્ર પરિવર્તન આવક અને લાભની રીતે શુભ સાબિત થશે. આથી આ સમયે તમને આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પરિવારમાં સમૃદ્ધિ અને સુખ શાંતિનો માહોલ રહેશે. જૂના રોકાણથી લાભ થશે. તમને પુત્ર કે પૌત્રની પ્રાપ્તિ થાય તેવા યોગ છે. જે લોકો શેર બજાર, સટ્ટા, લોટરીમાં રોકાણ કરવા માંગતા હોય તેઓ કરી શકે છે. લાભના યોગ છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube