Grah Gochar 2024: ગ્રહોનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન એક નિરંતર પ્રક્રિયા છે. ગોચરની પ્રક્રિયામાં બધા જ ગ્રહ 12 રાશિ અને 27 નક્ષત્રમાંથી પસાર થાય છે. આ ગોચર દરમિયાન ઘણી વખત એવું પણ થાય છે કે બે ગ્રહ એક સાથે એક જ રાશિ અથવા તો એક જ નક્ષત્રમાં ગોચર કરે. આ પ્રકારની યુતિ ખૂબ જ ખાસ હોય છે. ઘણી વખત એક તારીખે એક સાથે બે ગ્રહની ચાલમાં ફેરફાર પણ થાય છે. આવું જ તાજેતરમાં પણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં 3 રાજયોગનો અદ્ભુત સંયોગ, દિવાળી પહેલાં આ 6 રાશિઓના ઘરે ફટાકડા ફૂટશે


13 સપ્ટેમ્બર 2024 ના રોજ બે ગ્રહએ એક સાથે પોતાની ચાલ બદલી છે. આ બે ગ્રહમાં એક છે વૈભવના દાતા શુક્ર અને બીજા છે સૂર્ય ગ્રહ. શુક્ર ગ્રહ એ હસ્ત નક્ષત્રમાંથી ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જ્યારે સૂર્ય ગ્રહે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાંથી નીકળી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ફેરફાર ત્રણ રાશિ માટે સકારાત્મક સાબિત થશે. 


ગ્રહોના ડબલ ગોચરથી આ રાશિને થશે ફાયદો 


આ પણ વાંચો: રોગ, ગરીબી અને કરજથી મુક્તિ અપાવશે પરિવર્તિની એકાદશીના દિવસે કરેલું આ કામ


મેષ રાશિ 


શુક્ર અને સૂર્યનું ડબલ ગોચર આ રાશિના લોકોના સ્વભાવ અને માનસિક સ્થિતિ પર અસર પડશે. તમે વધારે આત્મવિશ્વાસી અને સકારાત્મક અનુભવ કરશો. ક્રિએટિવિટીમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન નવા વિચારોથી ભરપૂર રહેશો. આવકમાં વધારો થશે. વેપારમાં લાભ થવાના યોગ છે. પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. મેરીડ લાઈફ સુખમયી રહેશે. 


આ પણ વાંચો: 3 રાશિનું ભાગ્ય 15 સપ્ટેમ્બરથી હશે બુલંદીઓ પર, શુક્ર-ગુરુની લાભ દ્રષ્ટિથી થશે ધનલાભ


વૃષભ રાશિ


સપ્ટેમ્બર મહિનામાં આ બે ગ્રહના ડબલ ગોચરથી સ્વભાવ અને વ્યવહારમાં ફેરફાર અનુભવાશે. આર્થિક સ્થિતિ સુધરશે જેના કારણે મન શાંત અને સંતુલિત રહેશે. કાર્ય પર સકારાત્મક અસર જોવા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. સંપત્તિ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીઓ વધશે. 


આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલ્ટી ચાલ, વૃષભ સહિત 3 રાશિઓ પર બેશુમાર ધન વરસશે


મિથુન રાશિ 


સૂર્ય અને શુક્રના ડબલ ગોચરથી મિથુન રાશિના લોકોનું સાહસ વધશે. કોમ્યુનિકેશન સ્કીલમાં વૃદ્ધિ થશે. ધન લાભના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની તક પ્રાપ્ત થશે. નવા વ્યાપારિક સંબંધ બનવાથી કારોબારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂરી થશે. લવ લાઇફમાં મજબૂતી આવશે. વિવાહના યોગ બની રહ્યા છે. જીવનમાં રોમાન્સ વધશે.


 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)