વૈદિક જ્યોતિષ મુજબ તમામ ગ્રહોના રાજા સૂર્યને ગણવામાં આવ્યા છે. તમામ ગ્રહોમાં સૂર્યદેવને વિશેષ સ્થાન મળેલું છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહને માન સન્માન, આત્મા, પિતા, સફળતા, પ્રગતિ અને સરકારી ક્ષેત્રમાં સેવાના કારક ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સૂર્ય દેવની સ્થિતિ જેમની કુંડળીમાં મજબૂત હોય તેમનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2024ના અંત સુધી સૂર્ય દેવ કેટલીક રાશિઓ પર મહેરબાન રહેશે. વર્ષ 2024ના અંત સુધીમાં આ રાશિવાળાનું ભાગ્ય બદલાઈ શકે છે. આ સાથે જ ભાગ્યનો સાથ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે વર્ષ 2024 ખુબ જ અનુકૂળ સાબિત થશે. જે લોકો વેપાર કરે છે તેમના માટે આ વર્ષ ખુબ જ લાભદાયક રહેશે. જીવનમાંથી તમામ શત્રુઓનો નાશ થશે. આ સાથે જ આર્થિક સ્થિતિમાં વધારો થઈ શકે છે. અચાનક 2024ના મધ્યમાં આર્થિક લાભ થઈ શકે છે. જે લોકો પોતાની નવી કરિયર શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ વર્ષ ખુબ લાભકારી રહેશે. સરકારી નોકરીની સંભાવના છે. બધુ મળીને આ વર્ષ તમારા માટે ખુબ શુભ રહેશે. આ રાશી વાળા માટે આ સંયોગો ફાયદાનો સોદો કરી શકે છે. 


વૃષભ રાશિ
વૃષભ  રાશિના લોકોને વર્ષ 2024માં ભાગ્યનો સાથ મળશે. કોટુંબિક સમસ્યા પણ દૂર થશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ વર્ષ ખુબ જ શુભ અને ફળદાયી રહેશે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે જ સ્થળ પરિવર્તનનો યોગ પણ બનશે. વર્ષ 2024માં તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા કાર્યોની બધા પ્રશંસા કરશે. 


સિંહ રાશિ
વર્ષ 2024માં સિંહ રાશિવાળા લોકો પર સૂર્યદેવ મહેરબાન રહેશે. વર્ષના અંત સુધીમાં આ રાશિના લોકોને ખુબ ખુશીઓ અને શુભ  પરિણામ મળશે. સંતાન પક્ષથી પણ શુભ સમાચાર મળી શકે છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તેમના માટે આ વર્ષ ખુબ શુભ રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube