સ્વામી વિવેકાનંદની જયંતીએ તેમના 10 એવા વિચાર જે તમને જોશથી ભરી દેશે
આજે સ્વામી વિવેકાનંદની 156મી જન્મ જયંતી છે, તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે
નવી દિલ્હી : આજે સ્વામી વિવેકાનંદની 156મી જયંતી છે. તેમનો જન્મ 1863માં આજનાં જ દિવસે કોલકાતામાં થયો હતો. તેમના વિચારો આજે પણ પ્રાસંગિક છે. સ્વામીજીનાં વિચાર કોઇ પણ વ્યક્તિની નિરાશાને દુર કરી શકે છે. તેમાં આશાનો સંચાર કરી શકે છે. પ્રસ્તુત છે સ્વામીજીનાં કેટલાક એવા જ વિચાર...
1. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો
2. તમે જે કાંઇ પણ વિચારશો, તમે તે બની જશો.જો તમે તમારી જાતને નબળી વિચારશો તો તમે નબળા બની જશો. જો તમે વિચારશો કે તમે શક્તિશાળી છો તો તમે શક્તિશાળી બની જશો.
3. એક વિચારની પસંદગી કરો અને તે વિચારને તમારૂ જીવન બનાવી લો. આ વિચાર અંગે વિચારો અને તે વિચારનાં સપના જુઓ. પોતાનાં મગજ, પોતાનાં શરીરનાં દરેક અંગને તે વિચારથી ભરી લો બાકી તમામ વિચાર છોડી દો. આ જ સફળતાનો રસ્તો છે.
4. એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી.
5. બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી અંદર હાજર છે. આપણે જ મુર્ખતાપુર્ણ આચરણ કરીએ છીએ. આપણે જ આપણી આંખોને હાથથી ઢાંકીને ચોતરફ અંધારુ હોવાની બુમો પાડીએ છીએ.
6. જો તમે માત્ર પૌરાણીક દેવતાઓ પર વિશ્વાસ રાખો છો અને તમારી જાત પર વિશ્વાસ નથી રાખતા તો તમને ક્યારે પણ મુક્તિ મળી શકે નહી. તમારી જાત પર વિશ્વાસ રાખો અને શક્તિશાળી બનો બસ તેની જ જરૂર છે.
7. શક્તિ જ જીવન છે અને અશક્તિ મોત છે
8. વિશ્વ એક વ્યાયામ શાળા છે જ્યાં આપણે આપણી જાતને મજબુત બનાવવાની છે.
9. જ્યારે હૃદય અને મગજ વચ્ચે આંતર સંઘર્ષ થાય ત્યારે હંમેશા તમારા હૃદયને અનુસરો
10. દિવસમાં એક વાર તમારી જાત સાથે વાત કરો નહી તો તમે વિશ્વનાં એક સૌથી ચતુર વ્યક્તિને મળવાની તક ગુમાવશો.