વૃષભ રાશિ: વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા દેહ ભાવમાં રહેશે, જે  નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય ખર્ચ પર કાબુ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા. તા. ૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન નો ગુરૂ તમારી રાશિ થી  બીજા ઘનભાવે રહેશે.  જે  આર્થિક બાબતો માટે શુભ બનતો જશે  રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબ માં વડીલ તરફથી  ધન કે  સંપત્તિ મેળવવાના બને.  આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી  થતી જશે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોઈ તમારા દસમા કર્મ સ્થાને  રહેશે.  જે  નોકરી વ્યવસાયમાં લાભ આપે આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે. થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ મળે. 


તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની  તમારા સુખમાં વધારો કરવો. દરેક કામમાં  વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય 


સ્ત્રી ઓ માટે: આ વર્ષ  શરૂઆત માં  મધ્યમ પસાર થાય. પણ  માર્ચ ૨૦૨૫ થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે દરેક કર્યો માં લાભ આપે 


વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂ માં કઠિન  ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ ૨૦૨૫ થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે  ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે


(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)