Roti ke Niyam: થાળીમાં 3 રોટલી લઈ જમવું અશુભ, તમે છતા જો કોઈ વ્યક્તિ આ કામ કરે તો શું થાય તેની સાથે જાણો
Roti ke Niyam: તમે મોટાભાગે જોયું હશે કે થાળીમાં હંમેશા 1 અથવા 2 રોટલી જ પીરસવામાં આવે છે. ક્યારેય કોઈને એકસાથે 3 રોટલી આપવામાં નથી આવતી. તેની પાછળ એક કારણ જવાબદાર છે. આ વસ્તુને ધ્યાનમાં ન લેવામાં આવે તો દુર્ભાગ્ય પાછળ પડી જાય છે.
Roti ke Niyam: દરેક ઘરમાં રોજ રોટલી બને છે. રોજના આહારમાં રોટલીનો સમાવેશ અનિવાર્ય હોય છે. જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમે એક વાત પર ધ્યાન આપ્યું હશે કે ક્યારેય થાળીમાં ત્રણ રોટલી રાખવામાં નથી આવતી. હંમેશા એક અથવા તો બે રોટલી પીરસવામાં આવે છે. ઘણા લોકો ત્રણ કરતાં વધારે રોટલી ખાતા હોય છે તેમ છતાં એક સાથે ત્રણ રોટલી લેતા નથી. આ પરંપરા પાછળ એક ખાસ કારણ જવાબદાર છે.
આ પણ વાંચો: ખોટમાં ચાલતો ધંધો પણ ધમધોકાર ચાલશે, પૈસા ભરવા તિજોરી પણ નાની પડશે, રોજ કરો આ સરળ કામ
આ કારણ વિશે ન જાણતા લોકો પણ વર્ષોથી આ પરંપરાનું પાલન કરે છે. આજે તમને જણાવી દઈએ કે થાળીમાં એક સાથે ત્રણ રોટલી શા માટે નથી આપવામાં આવતી. આ વાત જાણીને તમે પણ રોટલી પીરસતી વખતે જો ભૂલ કરતા હોય તો આ ભૂલને સુધારી લેજો.
3 રોટલી અશુભ શા માટે ?
શાસ્ત્રો અનુસાર ક્યારેય કોઈ વ્યક્તિને થાળીમાં ત્રણ રોટલી પીરસવી નહીં. આવું કરવું મૃતકને ભોજન કર્યા સમાન ગણાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એવો થાય છે કે તે વ્યક્તિ મરેલો હોય અથવા તો મરવાનો હોય તો તેને ત્રણ રોટલી આપવામાં આવે છે.
આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહનું ડબલ ગોચર 5 રાશિઓ માટે શુભ, જાણો કોને થવાનો છે ધનલાભ
સનાતન ધર્મની માન્યતા અનુસાર વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેરમાની વિધિ વખતે તેની થાળી પીરસવામાં આવે ત્યારે ત્રણ રોટલી રાખવામાં આવે છે. ત્રણ રોટલી સાથે થાળી અગાસી પર મૂકવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી મૃતકની ભટકતી આત્મા ભોજન કરીને પોતાની ભૂખ શાંત કરે અને પછી તેને મોક્ષ મળે.
જો કોઈ 3 રોટલી લઈને જમે તો શું થાય ?
જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે થાળીમાં એકસાથે 3 રોટલી રાખીને ખાય છે તો તેને ભયંકર પરિણામ ભોગવવા પડે છે. આમ કરવાથી ભોજન કરનાર વ્યક્તિની અંદર દુશ્મનીનો ભાવ ઉત્પન્ન થવા લાગે છે. આવું કરનાર લોકોમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ તેજ થઈ જાય છે. તે વ્યક્તિના ઘરમાં બીમારીઓ પણ વધવા લાગે છે અને આર્થિક સ્ત્રોત ઘટવા લાગે છે ધીરે-ધીરે લોકો કંગાળ થઈ જાય છે.
આ પણ વાંચો: શનિવારે સરસવના તેલનો આ ઉપાય કરવાથી પલટી મારે છે ભાગ્ય, અટકેલા કામ થવા લાગશે પુરા
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
થાળીમાં ત્રણ રોટલી ન લેવા પાછળનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એવું છે કે થાળીમાં રોટલી, દાળ, શાક અને ચોખા એટલે કે ભાતનો સમાવેશ કરવાથી બેલેન્સ ડાયટ બને છે. આ વસ્તુઓ શરીરને પોષણ માટે જરૂરી છે પરંતુ જો રોટલીની સંખ્યા વધીને ત્રણ થઈ જાય તો પછી તે સ્થૂળતા વધારનાર ભોજન બની જાય છે. વયસ્ક વ્યક્તિ 2 રોટલી સાથે અન્ય વસ્તુઓનું સેવન કરે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)