Holi 2023: 7 માર્ચ 2023 ના રોજ હોલિકા દહન કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનની રાખ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ રાખથી કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને માતા લક્ષ્મી તેના પર મહેરબાન થાય છે. જાણો કયા છે આ સાત ઉપાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- જો ઘરમાં પરિવારના સભ્યો વાંચે વારંવાર ઝઘડા થતા હોય તો હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવી અને ઘરમાં છાંટી દેવી. 


- રાહુ અને કેતુના દોષ દૂર કરવા હોય અથવા તો શનિની મહાદશાના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો આ ઉપાય કરવો. તેના માટે એક મુઠ્ઠી રાખ લઈ આવો અને શિવલિંગ પર ચડાવો. 


આ પણ વાંચો:


ઘરની આસપાસ હોય પીપળાનું ઝાડ તો કરો આ ઉપાય, સમસ્યાઓ થશે દુર અને થવા લાગશે લાભ


ઘરમાં ગરીબી અને ક્લેશ વધારે છે આ વસ્તુઓ, હોળી પહેલા ફેંકી દો આ 4 વસ્તુને ઘરની બહાર


હોળી પહેલા ઘરે લાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાં રહેશે બરકત અને દરેક કાર્ય થશે સફળ


- ઘરમાં પૈસામાં વૃદ્ધિ થાય તે માટે હોલિકા દહનની રાખનો આ ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહનની રાખ લઈ આવી અને તેને એક લાલ કપડામાં મૂકવી તેની સાથે તાંબાનો એક એવો સિક્કો રાખવો જેમાં એક કાણું હોય. આ વસ્તુને તિજોરીમાં રાખી દેવાથી ધનની આવક વધે છે.


- નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઘરમાં વધી ગયો હોય તો હોલિકા દહનની રાખ શુભ માનવામાં આવે છે. હોલિકા દહનની રાખમાં નમક અને રાઈ ઉમેરીને ઘરની કોઈ એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈની નજર ન પડે. આમ કરવાથી ઘરમાં લાગેલો નજર દોષ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો તેના માથા પરથી આ રાખને સાત વખત ઉતારીને ચાર રસ્તા પર ફેંકી દો. 


- ઘરમાં જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તો આ ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવો. ત્યાર પછી નિયમિત રીતે આત રાખથી માથા પર તિલક કરવું. આમ કરવાથી બીમારીની અસર દૂર થવા લાગે છે.


- ગ્રહોનો ખરાબ પ્રભાવ દૂર કરવા માટે હોલિકા દહનની રાખને બીજા દિવસે સ્નાન કરવાના પાણીમાં ઉમેરો અને પછી તેનાથી સ્નાન કરો. તેનાથી માનસિક, આર્થિક અને શારીરિક ફાયદો થાય છે. 


- વેપારમાં નુકસાન જતું હોય તો આ ઉપાય કરવો. હોલિકા દહનની રાખ લઈને તેને એક પોટલીમાં બાંધીને દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજાની ઉપર લટકાવી દો. આમ કરવાથી બિઝનેસમાં નફો થવા લાગશે.