The battle story of somnath : સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ પર બની ફિલ્મ, 12 ભાષાઓમાં રિલીઝ થશે, આવ્યું ટીઝર
The Battle Story of Somnath: ફિલ્મનું એનિમેટેડ ટીઝર રિલીઝ થયું છે. જેમાં ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળે છે. 1.42 મિનિટના આ વીડિયોમાં આક્રમણકારી મહમૂદના સોમનાથ મંદિર પર હુમલાથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલના ફરીથી મંદિર નિર્માણ કરાયાની એક ઝલક બતાવવામાં આવી છે
The Battle Story of Somnath: ગુજરાતનો ઈતિહાસ ભવ્ય છે. તેમાં પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ કાળા અક્ષરોમાં લખાયેલો છે. કેવી રીતે સોનાનું મંદિર લૂંટી લેવાયું અને ઐતિહાસિક વારસાને તહસનહસ કરી દેવાયું. ત્યારે હવે આ ભવ્ય ઈતિહાસ પર ફિલ્મ બનવા જઈ રહી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ 12 ભાષાઓમાં રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મનું ટીઝલ આવી ગયું છે. હાલ આ ટીઝર ચારે તરફ વખાણાઈ રહ્યું છે. જેમાં સોમનાથ મંદિર પર થયેલા હુમલાની કહાની વર્ણવાઈ છે.
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ નુ ડાયરેક્શન અનુપ થાપા કરી રહ્યું છે. 15 જુલાઈ, 2023 ના રોજ શ્રાવણના પહેલા શિવરાત્રિએ નિર્માતા મનીષ મિશ્રા અને રંજીત શર્માએ પોતાની આ ફિલ્મની જાહેરાત કરી છે. અનુપ થાપા મિશન લૈલા અને યે મર્દ બિચારા જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરાયેલા હુમલાની વાર્તા વર્ણવાઈ છે. પરંતુ આ ઈતિહાસને ક્યારેય મોટા પડદા પર આલંકિત કરાયુ નથી. પહેલીવાર તેના પર ફિલ્મ બીન છે.
મોડાસામાં માતમ છવાયો : 20 વર્ષના યુવકને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટએટેક
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ છે ખાસ
ફિલ્મનું એનિમેટેડ ટીઝર રિલીઝ થયું છે. જેમાં ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળે છે. 1.42 મિનિટના આ વીડિયોમાં આક્રમણકારી મહમૂદના સોમનાથ મંદિર પર હુમલાથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલના ફરીથી મંદિર નિર્માણ કરાયાની એક ઝલક બતાવવામાં આવી છે.
ટામેટાના ભાવ પરસેવો છોડાવે છે છતાં, અહીં સુરતીઓ બિન્દાસ્ત ટામેટાના ભજીયા ખાય છે
કેટલી ભાષામાં રજૂ થશે ફિલ્મ
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ પેન ઈન્ડિયાની ફિલ્મ છે. જે હિન્દી, તેલુગુ સહિત 12 ભાષાઓમાં રજૂ થશે. ફિલ્મના ડાયરેક્ટર જણાવે છે કે, આ કહાની ઓડિયન્સ સામે ભારતનો ઈતિહાસ લાગશે. જેને લોકોએ ભુલાવી દીધો છે, અથવા તો ઈતિહાસકારોએ તેને ખોટી રીતે વર્ણવ્યો છે. આ ઘટના વિશે દરેક ભારતીયએ જાણવુ જરૂરી છે. હજી સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ નછી. પરંતુ હાલ તેના પર કામ ચાલી રહ્યું છે.
હવે દ્વારકાની જેમ સોમનાથ મંદિરમાં ચઢાવો ધજા, શ્રાવણ મહિના પહેલા થઈ મોટી જાહેરાત
સોમનાથનો ઈતિહાસ
સોમનાથ મંદિર પર 1024માં મોહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. એ સમયે આખુ મંદિર સૂવર્ણથી જડેલુ હતુ. ત્યારે ગઝનીએ મંદિર પર આક્રમણ કરી બધુ જ સૂવર્ણ લૂંટી લીધું હતું. જેમાં મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર સમા દરવાજા પણ લૂંટીને લઈ ગયો હતો. ખાસ વાત એ છે કે, આ દરવાજા ચાંદીના બનેલા અને હીરાજડિત હતા.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહી દીધું : જુલાઈ જવા દો, ઓગસ્ટ તો એના કરતા ભારે જશે