Guru Vakri in Vrishabha 2024: ગુરુ ગ્રહની ગણતરી શુભ ગ્રહોમાં થાય છે. કારણ કે જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો વ્યક્તિ જ્ઞાની, સફળ, ભાગ્યશાળી બને છે અને તેને વૈવાહિક સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને વૈવાહિક સુખ આપનાર ગુરૂ જો ઉલ્ટી ચાલ ચાલવા લાગે તો ઘણા લોકોના જીવનમાં મુશ્કેલીઓનો અંબાર લાગી શકે છે. 9મી ઓક્ટોબરથી ગુરૂ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. વૃષભ રાશિમાં ગુરુ આગામી 119 દિવસ સુધી ઉલ્ટી ચાલ ચાલશે. 4 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુરુ ગ્રહ માર્ગી થશે પરંતુ તેનાથી 4 રાશિઓને ભારે કષ્ઠ આપશે. જાણો કઈ રાશિઓ પર વક્રી ગુરુનો અશુભ પ્રભાવ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
મેષ રાશિવાળા જાતકો માટે વક્રી ગુરુ અશુભ ફળ આપશે. આ લોકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવકમાં ઘટાડો થવાના કારણે લોન લેવાની ફરજ પડી શકે છે. સાથે જ વાણી પર સંયમ રાખો, કરિયરમાં ઉતાર ચઢાવ આવી શકેછે. વિરોધીઓ પરેશાન કરશે.


મિથુન રાશિ
ગુરુ ગ્રહની ઉલ્ટી ચાલ મિથુન રાશિવાળા જાતકો પર નકારાત્મક પ્રભાવ પાડશે. આવકના સ્ત્રોતમાં ઘટાડો આવશે. ક્યાંક પૈસા ફસાઈ શકે છે રોકાણ કરશો તો લાભ નહીં થાય. નોકરીમાં તણાવ અને વેપારમાં નુકસાનની આશંકા બની શકે છે. સહકર્મીઓથી વિવાદ તમારી છબિ ખરાબ કરશે.


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને ગુરુ વક્રી થઈને ખર્ચ કરાવશે. આવકમાં ઘટાડો અને વધેલા ખર્ચ તમારું બજેટ બગાડશે. વ્યવસાયિકોને સ્ટાફ સંબંધિત સમસ્યાઓ અને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તણાવ રહેશે. લવ લાઈફમાં અવિશ્વાસ વધશે.


મકર રાશિ
મકર રાશિના જાતકો માટે પણ ગુરુનું વક્રી હોવું નકારાત્મક છે. વધારે પૈસા કમાવવાનો પ્રયાસ ઈચ્છિત સફળતા નહીં અપાવે. વર્કપ્લેસ પર સીનિયર્સથી વિવાદ થઈ શકે છે. વેપારીઓને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક સુખમાં ઘટાડો આવશે.


આ રાશિઓ માટે વક્રી ગુરુ ખુબ જ શુભ
વક્રી ગુરુ અમુક રાશિઓને શુભ ફળ પણ આપશે. જ્યોતિષ અનુસાર વક્રીથી વૃષણ, સિંહ, કુંભ અને મીન રાશિ પર શુભ પ્રભાવ રહેશે. આ લોકોને ધન લાભ, કરિયરમાં પ્રગતિ, વૈવાહિક સુખ મળવાનો યોગ  બનશે. અવિવાહિતોનો વિવાહ નક્કી થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)