વાત જો ભારતના હિલ સ્ટેશનની હોય, તો શિમલાનું નામ સૌથી પહેલા આવે છે. આ શહેર ખૂબસૂરત વાદીઓ પહાડ અને શાનદાર મૌસમ માટે જાણીતું છે. શિમલાની ઘણી જગ્યા પર્યટકોને આકર્ષિક કરે છે. પરંતુ અહીં એક એવું મંદિર પણ છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિમલાથી 130 કિમી દૂર હાટેશ્વરી માતાનું મંદિર છે. આ મંદિર હિમાચલ પ્રદેશના પબ્બર નદીના કિનારે વસેલું એક પ્રાચીન ગામ આવેલું છે. આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે અને દૂર દૂરથી લોકો અહીં માતાના દર્શન માટે આવે છે. આ મંદિરમાં એક એવો ચમત્કાર છે, જેણે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે છે. આવો જાણીએ કે શિમલાના હાટકોટી મંદિર વિશે..


મહાભારત કાળ સાથે જોડાયેલો ઈતિહાસ
જાણકારી અનુસાર, આ મંદિરનો ઈતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર પરિસરમાં 5 મઠ આવેલા છે, જેમાં શિવની પ્રતિમાઓ આવેલી છે. કહેવામાં આવે છે કે આ મઠ પાંડવો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેમણે આજે પણ લોકો પાંડવોનું ઘર કે પાંડવોનું રમકડાનું ઘર કહેવામાં આવે છે. કિવદંતી અનુસાર, અહીં બેસીને પાંડવ માતા રાનીની પુજા કરતા હતા.