અમદાવાદ: દ્રાપરયુગના સમયમાં મહાભારતની યુદ્ધમાં હજી કેટલાક સમય હતા. કૃષ્ણ-અર્જુન યુદ્ધની તૈયારીમાં લાગ્યા હતા. અને યુદ્ધના કામથી કૃષ્ણ-અર્જુન અને ભીમ જઈ રહ્યા હતા. ત્યારે બની હતી એક જોરદાર ઘટના. કૃષ્ણ-અર્જુનને ભારત અને દુનિયાભરમાં ઘણી જગ્યા પર પૂજાય છે. મહાભારત ભારતની સૌથી મોટુ કાવ્ય છે. તેમાથી આપણને ઘણી બધી વાતો શીખવા મળતી હોય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલથી જતા હતા કૃષ્ણ-અર્જૂન
ઘાડ અંધારુ હતું તેના કારણે કૃષ્ણ-અર્જુન અને ભીમએ નક્કી કર્યું કે હવે આ રસ્તા પર આગળ વધી શકાય નહીં. સવાર થયા પછી આપણે જઈ શકશું. ત્યારે ભીમે કહ્યું કે આ જંગલ માયાવી લાગે છે. આપણે અત્યારે શુઈ જવું તે સારૂ રહેશે. ભીમે કહ્યું કે તમે બંને આરામ કરો હુ ધ્યાન રાખીશ.

કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત...


ભીમ કરવા લાગ્યા પહેરેદારી
ભીમ પહેરેદારી દેવા માટે સમયે ભગવાન કૃષ્ણ કહ્યું કે આપણે એક-બીજા વાર ફરતી જાગીને ધ્યાન રાખીશું. ત્યારે પછી કૃષ્ણ-અર્જૂન ઘાઢ ઉંઘમાં જતા રહ્યા. તે સમયે ભીમને એક ભયાનક ભીતિ હોવાનો ભાસ થઈ. તે એક રાક્ષસ હતો.
 
ભીમનું રાક્ષસ સાથે થયું યુદ્ધ
 રાક્ષસ તેને જોઈને બુમ પાડી. અને આ ઘટનાની એક વિચિત્ર અસર થઈ છે. ભીમના ગુસ્સાના કારણે તેનો આકાર નાનો થઈ જાય છે. અને આવું વાંરવાર થવા લાગ્યું. અને રાક્ષસનો આકાર વધતા ભીમને પણ ચિંતા થવા લાગી.

ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા
 
ભીમને તેના લીધે હારી ગયો
ભીમ અને રાક્ષસ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું સવાર સુધી યુદ્ધ ચાલ્યુ અને ત્યારે અર્જૂનનો જાગવાનો સમય થયો. ત્યારે અર્જૂનને ઉઠતા જોઈને રાક્ષસ નાસી ગયો.
 
ત્યાર પછી અર્જૂન પહેરો લગાવ્યા લાગ્યો.
અર્જૂનને ઉઠીને પહેરો દેવા લાગ્યો. તે સમયે રાક્ષસ ફરી એક વાર આવ્યો અને પહેલા કરતા પણ વધારે વિશાલકાય રાક્ષસ બની જાય છે. ત્યારે અર્જૂન ગુસ્સા અને ભયથી ભરી ઉઠે છે. અર્જૂન અને રાક્ષસ વચ્ચે પછી યુદ્ધ થયું અને યુદ્ધમાં અર્જૂનને રાક્ષસએ ઉઠાવીને પાડી દીધો. થોડા સમય પછી કૃષ્ણ પહેરેદારી કરવા લાગ્યા. ત્યારે પછી કૃષ્ણ અને રાક્ષસ વચ્ચે યુદ્ધ સર્જાયું...કૃષ્ણ ડર્યા ન હોવાથી તેમનો આકાર મોટો થયો અને રાક્ષસ વધુ પડતો નાનો થઈ ગયો હતો. જ્યારે પણ રાક્ષસ બુમ પાડતો હતો ત્યારે પણ કૃષ્ણ હસવા લાગતા અને કહેતા કે તમારે શું જોઈએ છીએ.

હ્યુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
 
સવાર અર્જૂને આ રાત ઘટનાને કહી
કૃષ્ણને ભીમ-અર્જૂનને ચાલવા માટે ઉઠાડ્યા અને આગળ વધવા માટે કહ્યું અને તે ધીરે ધીરે આગળ જવા લાગ્યા. અર્જૂનને સંકોચ કરતા રાતની ઘટના બતાવી. અને તેમને ભીમની સામે જોયું ત્યારે કૃષ્ણ ભગવાને રાક્ષસની સચ્ચાઈ વિશે બધાને જણાવ્યું કે રાક્ષસના લીધે નહીં પણ તમારા મનમાં રહેલો ગુસ્સો આ માટેનું સાચુ કારણ છે. તમારો જેટલો ગુસ્સો વધશે તેટલો તેનો આકાર વધશે. અને તે વધુ તાકાતવર થશે. અને તેમે એની સામે નાના થતા જશો. જ્યારે તમે તેનો સામનો કરવાથી બચશો ત્યારે તમે કમજોર થઈ જશો.
 
આ વાર્તા પરથી તમને શું શિક્ષા મળી
આ રાક્ષસ ખરેખર આપણા જીવનમાં આવનારી સમસ્યાની સામે લડવા માટે મદદ કરે છે. જ્યારે પણ આપણે ગુસ્સો કરો છો ત્યારે પરિસ્થિતિ વધારે પડતી ગંભીર પણ બની જાય છે. આ સમસ્યાઓ તે ધીરે-ધીરે નાની થતી જાય છે. અને ગુસ્સા પર કાબુ હશે તો અંતમાં તે આના પર કાબુ મેળવી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube