Year 2025: વર્ષ 2025 માં 12 રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળી શકે છે. અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ છે.  અંકશાસ્ત્રમાં 9 અંક મંગળનો અંક છે. અને વર્ષ 2025 નો કુલ અંક પણ 9 થાય છે. મંગળ ગ્રહ યુદ્ધ, સેના, ઉર્જા, રક્ત, પરાક્રમ, ભૂમિ, સાહસ અને ભાઈનો કારક ગ્રહ છે. આ વર્ષ દરમિયાન મંગળ કેટલીક રાશિ પર ભારે રહેવાનો છે. નવા વર્ષમાં મંગળનું શાસન હશે તેથી કેટલાક લોકોએ લાલ રંગના કપડા પહેરવાથી પણ બચવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Vastu for Home: ઘરની આ 5 વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી, ઘર તરફ આકર્ષિત થાય છે અલક્ષ્મી


વર્ષ 2025 નો મુલાંક 9 છે જે મંગળ ગ્રહનો પ્રતીક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળના આ વર્ષમાં કેટલાક લોકોએ લાલ રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ. લાલ રંગને બદલે આ લોકોએ અન્ય રંગ પસંદ કરવો જોઈએ. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2025 માં લાલ રંગ કેટલા લોકો માટે શુભ નથી. 


આ પણ વાંચો:સૂર્ય-ગુરુના ષડાષ્ટક યોગથી સાતમા આસમાને હશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષમાં બનશે અમીર


જે લોકોને વધારે ગુસ્સો આવતો હોય તેમણે વર્ષ 2025 માં લાલ રં ગના કપડા પહેરવા નહીં. ક્રોધી વ્યક્તિએ લાલ રંગના કપડાથી દૂર રહેવું જરૂરી છે. લાલ રંગ ક્રોધ, શક્તિ, સાહસ, મહત્વકાંક્ષા, પરાક્રમ, ઉત્તેજના વગેરે દર્શાવે છે. મંગળ ગ્રહનો રંગ પણ લાલ છે. તેથી આ વર્ષમાં જો ક્રોધ કરનાર વ્યક્તિ લાલ રંગના કપડા પહેરે તો તેના જીવનમાં અનર્થ થઈ શકે છે. 


આ પણ વાંચો: Weekly Horoscope: જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં કઈકઈ રાશિઓને ભાગ્ય સાથ આપશે જાણો


તમારી રાશિ કોઈ પણ હોય પરંતુ જો તમને વધારે ગુસ્સો આવતો હોય તો આ વર્ષ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી લાલ રંગના કપડાં ન પહેરવા. જે રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તેમણે પણ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું. ખાસ કરીને આ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ લાલ કપડાથી દૂર રહેવું. 


આ પણ વાંચો: 4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ


વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી આ લોકોએ પણ લાલ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2025 દરમ્યાન સફેદ, ગુલાબી અને પીળો રંગ શુભ રહેશે. જે લોકોને વધારે ગુસ્સો આવતો હોય તેવો પણ આ રંગ અપનાવી શકે છે. વર્ષ 2025 માં આ ત્રણ રંગના કપડા પહેરવાથી સફળતા મળશે અને મનને શાંતિ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)