નવી દિલ્હીઃ પૂજા-પાઠનું ભારતીય સનાતન પરંપરામાં વિશેષ મહત્વ છે. ભગવાનની ઉપાસના એ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનું સાધન છે. તમે કેવી રીતે પૂજા કરો છો તે તમારા પર પણ નિર્ભર કરે છે કે ભારતીય પૂજા પ્રણાલીમાં દરેક દેવતાઓ માટે તેની પ્રિય વસ્તુ, ખોરાક, ફૂલ, ધૂપ અને આરતીનો સમાવેશ થાય છે...પંચોપચાર પૂજા પદ્ધતિમાં ગંગાજળ, ધૂપ, દીપ, નૈવેદ્ય-ભોગ અને આરતીનું મહત્ત્વનું સ્થાન છે.આ ઉપરાંત ભગવાન શિવનો ગંગાજળથી અભિષેક, વિષ્ણુને ભોગમાં તુલસી દળ, મહાદેવને બિલપત્ર ખૂબ પ્રિય છે. પૂજામાં સામેલ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો બીજા વાર પણ ઉપયોગ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગાજલ, બેલપત્ર, કમલ પુષ્પ અને તુલસીના પાનને ભારતીય સનાતન પ્રણાલીમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ચાર ક્યારેય ખરાબ, જૂના અને વાસી નથી હોતા. તેનું મહત્વ અને પૂજામાં ઉપયોગ કરવાની રીત જાણો..


ગંગાનું જળઃ શ્રી હરિના ચરણોમાંથી નિકળી, ભગવાન શંકરની જટામાં સમાયેલ અને અમૃત જેમાં પડ્યું છે તે ગંગાજળ સૌથી પવિત્ર માનવામાં આવે છે... ધાર્મિક ગ્રંથો પૂજામાં વાસી પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી, પરંતુ ગંગાજળ વિના પૂજા શક્ય નથી. ગંગાજળ ક્યારેય વાસી થતું નથી. સ્કંદપુરાણ અને વાયુપુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંગાનું પાણી ભલે વર્ષો જૂનું હોય, પરંતુ તે ક્યારેય વાસી કે ખરાબ થતું નથી.એટલા માટે જો ગંગાજળ વર્ષો જૂનું હોય તો પણ તમે તેનો પૂજામાં ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચોઃ Vastu Plants: ઘરમાં લગાવેલા આ છોડને કેમ મનાય છે અશુભ...જાણો કારણ


બિીલીપત્રઃ મહાદેવ બિલીપત્રથી પ્રસન્ન થાય છે. પૂજામાં તમે ગમે ત્યારે બિલીપત્રનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, શિવલિંગને એક વખત બેલપત્ર અર્પણ કર્યા પછી, તમે તેને ધોઈને ભોલેનાથને અર્પણ કરી શકો છો. તમે કોઈ બીજા થકી ચઢાવવામાં આવેલ બેલપત્રને પણ ઉપાડી અને ધોઈ શકો છો અને તેને ભગવાન શિવને અર્પણ કરી શકો છો. એક દંતકથા અનુસાર, એક શિકારીએ અજાણતામાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરીને પ્રસન્ન કર્યા હતા.


કમળનું ફૂલઃ દિવાળીમાં લક્ષ્મીની પૂજા માટે કમળના ફૂલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવતાઓને ફક્ત તાજા ફૂલ જ અર્પણ કરવા જોઈએ. ભગવાનને વાસી ફૂલ ચઢાવવાની શાસ્ત્રોમાં નિષેધ છે. 


તુલસી: તુલસીના પાન પણ ક્યારેય વાસી થતા નથી. જો તમને તાજા તુલસીના પાન ન મળે, તો તમે વાસી અથવા અગાઉ આપેલા તુલસીના પાન પણ ફરીથી અર્પણ કરી શકો છો. જો કે,  બસ એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના પાનને ગંદકીમાં ન ફેંકવા જોઈએ. આનાથી તમે પાપના ભાગીદાર બની શકો છો.


આ પણ વાંચોઃ Shukra Gochar 2023: શુક્ર ગ્રહનું 'શનિ'માં પ્રવેશથી આ રાશિઓની બલ્લે-બલ્લે થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube