Holi 2023: હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. હોળીનો સંબંધ ઋતુ પરિવર્તન અને સાફ-સફાઈ સાથે પણ છે. હોળીના તહેવારથી શિયાળાની વિદાય શરૂ થાય છે અને ગરમીની શરૂઆત થાય છે. હોળી પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરવાની હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી પહેલા ઘરમાંથી ચાર વસ્તુને બહાર કરી દેવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો ઘરમાં દરિદ્રતા વધે છે. જો તમારા ઘરમાં પણ આ ચાર વસ્તુઓ હોય તો હોલિકા દહન પહેલા તેને ઘરમાંથી બહાર કાઢો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગુરુવારના દિવસે કરો તુલસીના આ ઉપાય, પ્રાપ્ત થશે ધન અને મળશે દુ:ખોથી છુટકારો


આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી


Holi 2023: હોળી પર કરો આ વસ્તુઓનું દાન, ધનથી ભરેલી રહેશે તિજોરી


કરોળિયાના જાળા 


વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. તેમાં ઘરમાં કરોળિયાના જાળા થયા હોય તો તેને કાઢી નાખવા જોઈએ. જે ઘરમાં કરોળિયાના જાળા બનેલા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. 


બંધ પડેલી ઘડિયાળ


ઘરમાં બંધ પડેલી કે તૂટેલી ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. તૂટેલી ઘડિયાળ કે બંધ પડેલી ઘડિયાળ નો અર્થ મોત હોય છે. તેથી કોઈ ઘડિયાળ બંધ પડી હોય તો તેને રીપેર કરાવી લેવી અથવા તો તેને ઘરમાંથી બહાર કરીને નવી ઘડિયાળ લઈ લેવી. 


તૂટેલા જુના ચપ્પલ


હોળી પહેલા ઘરમાં થી તૂટેલી ફૂટેલી વસ્તુઓ બહાર કરી દેવી. જેમાં જૂના જૂતા ચપ્પલનો પણ સમાવેશ થાય છે. જુના તૂટેલા ચપ્પલ દરિદ્રતાનું પ્રતિક હોય છે. તેથી હોળી પહેલા તેને પણ ઘરમાંથી બહાર કરી દેવા.


ખંડિત મૂર્તિ


ઘરમાં ખંડિત મૂર્તિઓ હોય તો તેને હોળી પહેલા ઘરમાંથી બહાર કરી દેવી. ઘરમાં કોઈપણ પ્રકારની ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં. તૂટેલી વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં વધે છે તેના કારણે પરિવાર ઉપર ખરાબ અસર થાય છે.