Vastu for Plant: ઘરમાં આવતું ધન અટકાવે છે આ છોડ, ઘરની સજાવટ માટે રાખ્યા હોય તો તુરંત કરજો દુર
Vastu for Plant: હિન્દુ ધર્મમાં છોડ અને ઝાડનું ખૂબ જ મહત્વ છે. તેથી જ કેટલાક ઝાડને પૂજનીઓ માનવામાં આવે છે અને કેટલાક ઝાડને ઘરની અંદર તો ઠીક પરંતુ બહાર પણ રાખવાની મનાઈ હોય છે. જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક એવા છોડ હોય છે જે ઘરની સમૃદ્ધિને અટકાવે છે. આ છોડની એનર્જી ઘરમાં સુખ શાંતિ ટકવા દેતી નથી.
Vastu for Plant: આપણી આસપાસ રહેલા દરેક છોડમાં ઉર્જા હોય છે. આ ઊર્જા તેની આસપાસના વાતાવરણ અને લોકો ઉપર પણ અસર કરે છે. હિન્દુ ધર્મમાં છોડ અને ઝાડનું ખૂબ જ મહત્વ છે. તેથી જ કેટલાક ઝાડને પૂજનીઓ માનવામાં આવે છે અને કેટલાક ઝાડને ઘરની અંદર તો ઠીક પરંતુ બહાર પણ રાખવાની મનાઈ હોય છે. જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક એવા છોડ હોય છે જે ઘરની સમૃદ્ધિને અટકાવે છે. આ છોડની એનર્જી ઘરમાં સુખ શાંતિ ટકવા દેતી નથી. જો તમે પણ ઘરની સજાવટ માટે આવા છોડ ઘરમાં રાખ્યા હોય તો તુરંત તેને હટાવી દેવા.
ઘરમાં ન રાખવા આ છોડ
આ પણ વાંચો:
50 વર્ષ પછી સર્જાયો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોને મળશે અટકેલું ધન અને પ્રમોશન
Palmistry: જેની હથેળીમાં આ જગ્યાએ હોય આવી રેખા તે 30 વર્ષ સુધીમાં બને છે કરોડપતિ
શુભ-અશુભ ઘટનાઓ અંગે સંકેત કરે છે ગરોળી, જાણો ગરોળી સંબંધિત 11 શુકન-અપશુકન વિશે
કપાસ
ઘરની અંદર કે ઘરની આસપાસ કપાસ એટલે કે રૂ નો છોડ ક્યારેય ન લગાડવો. આ છોડ દુર્ભાગ્ય લાવે છે અને ખુશ હાલ પરિવારને પણ બરબાદ કરી શકે છે. તેના કારણે ઘરમાં ગરીબી આવે છે.
બાવળ
ઘરની આસપાસ બાવળના છોડ પણ રાખવા જોઈએ નહીં. આ સિવાય ઘરની અંદર કોઈ પણ કાંટાળો છોડ રાખવાની પણ મનાઈ હોય છે. તેના કારણે જીવનમાં નકારાત્મકતા વધે છે અને ઘર પરિવારની સુખ શાંતિ છીનવાઇ જાય છે. આવા છોડ ઘરમાં હોય તો ઘરમાં કલેશ વધારે થાય છે.
મહેંદી
મહેંદી નો છોડની સુગંધ મન મોહી લે છે પરંતુ મહેંદી નો છોડ ઘરમાં રાખવો અશુદ્ધ છે મહેંદીનો છોડ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે જેના કારણે ઘરમાં સમસ્યાઓ વધે છે.
આ પણ વાંચો:
Weekly Horoscope: આ સપ્તાહ મેષ સહિત આ રાશિઓ માટે છે અતિ શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળ
Lal Kitab: અચૂક છે લાલ કિતાબના આ 8 ટોટકા, કરવામાં છે સરળ અને અસર કરે છે તુરંત
લીંબુનો છોડ
ઘરમાં લીંબુનો છોડ રાખવો પણ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ચિંતા અને સ્ટ્રેસનું વાતાવરણ રહે છે સાથે જ સંબંધો ઉપર પણ ખરાબ અસર પડે છે.
બોનસાઈ
બોનસાઈ છોડ લગાડવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ છોડ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા છોડ ઘરમાં રાખવાથી ઘરના લોકોની પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં આવતું ધન પણ અટકે છે જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
આમલીનું ઝાડ
ઘરના આગળમાં આમલીનું ઝાડ પણ ન હોવું જોઈએ. આમલી નું ઝાડ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. આ ઝાડને ભૂલથી પર ઘરના આંગણામાં ન લગાવવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)