Astro Tips: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને ખુશહાલ હોય. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો છતાં પરિવારમાં નાની-નાની બાબતો પર કલેશ થઈ જતો હોય છે. તો વળી કેટલાક ઘરમાં પતિ પત્ની વચ્ચે સમસ્યાઓ રહેતી હોય છે. ઘરમાં થતાં આવા કલેશથી માનસિક ચિંતા તો રહે છે પરંતુ સાથે જ નકારાત્મક પ્રભાવ પણ વધે છે. તેના કારણે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ આવે છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવું હોય તો જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવન ખુશહાલ બની શકે છે. જ્યોતિષશાસ્ત્રના આ ઉપાયમાં સફેદ ફૂલનો ઉપયોગ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કયા ફૂલ તમારા જીવનને ખુશહાલ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Ravivar Totke: રવિવારે કરો આ નાનકડું કામ, સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય


જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ


વર્ષના પહેલા ચંદ્રગ્રહણ પર મેષ રાશિમાં સર્જાશે ચતુર્ગ્રહી યોગ, આ 4 રાશિએ રહેવુ સતર્ક


સફેદ ફૂલના ચમત્કારી ઉપાયો


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં સતત કલેશ થતો હોય અને વારંવાર ઝઘડા થતા હોય તો પૂજા ઘરમાં સફેદ ફૂલ રાખવા જોઈએ. આમ કરવાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે. 


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરેણના ફૂલ પણ ગૃહક્લેશને દૂર કરવામાં મદદ કરી શકે છે. કરેણના સફેદ ફૂલ ને પૂજા ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ વધે છે અને પરિવાર વચ્ચેનો કલેશ દૂર થાય છે.


- અપરાજિતાના ફૂલ પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ ગણાય છે. અપરાજિતાના સફેદ ફૂલ મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા હંમેશા ઘર ઉપર રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં સફેદ રંગનું કમળ રાખવામાં આવે તો ઘરમાં વૈભવ અને સુખ શાંતિ વધે છે. મંદિરમાં સફેદ કમળનું ફૂલ રાખવાથી પતિ પત્નીના સંબંધોમાં પણ મધુરતા આવે છે અને દાંપત્યજીવન સુખમય રહે છે. 


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં સફેદ લીલીના ફૂલ રાખવાથી પણ પરિવારમાં પ્રેમ વધે છે. આ સ્થિતિમાં ઘરમાં દૈવીય ઉર્જાનો સંચાર વધે છે અને પારિવારિક કલેશ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)