Jyeshtha Purnima 2023: જેઠ માસની પૂર્ણિમા પર કરેલા આ કામ દુર્ભાગ્યનું બને છે કારણ, જાણો શું કરવું અને શું નહીં
Jyeshtha Purnima 2023: ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાનું હોય છે. આ સિવાય જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કુંડળીમાં કોઈ દોષ હોય તો આ દિવસે વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
Jyeshtha Purnima 2023: હિન્દુ ધર્મમાં જેઠ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 3 જૂન અને શનિવારથી શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાનું હોય છે. આ સિવાય જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કુંડળીમાં કોઈ દોષ હોય તો આ દિવસે વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર જેઠ માસની પૂનમના દિવસે કેટલાક કાર્યો કરવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ સાથે જ કેટલાક એવા કાર્યો પણ છે જેને કરવાની મનાઈ હોય છે. આ કામ કરવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે.
આ પણ વાંચો:
રાજસ્થાનના આ ગામમાં ક્યારેય નથી થઈ પાણીની સમસ્યા, હનુમાન મંદિરમાં છુપાયેલું છે રહસ્ય
Dhan Labh Upay: દુર થશે ધન સંબંધિત દરેક સમસ્યા, એકવાર અજમાવો આ અચૂક ટોટકા
Shani Sade Sati: શનિની સાડાસાતીની આ રાશિઓ પર નથી થતી અસર, નથી અટકતાં કોઈ કામ
જો કુંડલી માં ચંદ્ર દોષ હોય તો પૂર્ણિમાની રાત્રે ચંદ્રોદય થાય પછી પાણીમાં થોડું જલ ઉમેરીને ચંદ્રને અર્દ્ય આપો. સાથે જ ચંદ્રદેવને ખાંડ, ચોખા અને ફુલ અર્પણ કરો આમ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે.
આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.
આ દિવસે દાન અને દક્ષિણાનું પણ વિશેષ મહત્વ હોય છે. આર્થિક રીતે સંપન્ન થવું હોય તો આ દિવસે ગરીબને યથાશક્તિ દાન કરો. પ્રયત્ન કરો કે તમે સફેદ રંગની કોઈ વસ્તુ દાન કરો તેનાથી લાભ થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિ પર દિવસે સૂવું જોઈએ નહીં. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે.
આ દિવસે માંસાહાર કરવાથી પણ બચવું. શક્ય હોય ત્યાં સુધી સાદુ ભોજન ગ્રહણ કરવું. આ ઉપરાંત લસણ અને ડુંગળીનો પ્રયોગ પણ ન કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)