30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, શુક્ર-શનિ બનાવશે માલામાલ
Shash And Malavya Rajyog: હાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.
Shash And Malavya Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે. હાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે. જાણો કઈ ભાગ્યશાળી રાશિઓને થશે ફાયદો...
વૃષભ રાશિ
માલવ્ય અને શશ રાજયોગ તમારા માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આથી આ દરમિયાન કરિયરમાં તમારા કામના દમ પર તમે કાર્યસ્થળે ખુબ પ્રશંસા મેળવશો. બિઝનેસ કરતા હશે તેમને ખુબ ધન પ્રાપ્ત કરવાની તક મળશે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પદોન્નતિ થઈ શકે છે. આ સાથે જ જો તમે વેપારી હોવ તો તમને કારોબારમાં સારો એવો ફાયદો થઈ શકે છે. તમને આર્થિક લાભ પણ થશે.
જે જાતકો વિદેશ પ્રવાસ કરવાનું મન બનાવી રહ્યા હતા કે પછી વિદેશ જવા માંગતા હતા તેમને તક મળશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે.
મકર રાશિ
માલવ્ય અને શશ રાજયોગ તમારા માટે ખુબ ફળદાયી સાબિત થઈ શકે છે. આી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ્સ મળશે. જેના કારણે વધારાની આવક થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો. નોકરીયાતોને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. કોમ્યુનિકેશન સ્કીલમાં સુધારો થશે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે.
તુલા રાશિ
તમારા માટે માલવ્ય અને શશ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. બિઝનેસમાં ખુબ ધન કમાવવાની તક મળશે અને નોકરીયાતોને પણ ધનલાભ થઈ શકે છે તથા પ્રમોશનના પૂરેપૂરા ચાન્સ છે. પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો.
ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. તમે ફિલ્મ લાઈન, મીડિયા, મોડલિંગ અને ફેશન ડિઝાઈનિંગ સંલગ્ન કામકાજ કરતા હોવ તો સારો એવો લાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube