આ ધરતી પર યુવતીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે આ યુવતીઓને પિતાનું ઘર હોય કે પછી પતિનું તેમને દરેક જગ્યાએ દેવી તરીકે સન્માન આપવામાં આવે છે. કહેવાય છે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ એક મહિલાનો હાથ હોય છે. કોઇ તેમને લેડી લક કહે છે તો કોઈ ઘરમાં તેમના પગલાને શુભ માને છે. ત્યારે આ મહિલાઓ ભાગ્યશાળી હોવાના કેટલાક સંકેત જણાવે છે. આ સંકેત મહિલાઓના શરીર પણ ચિન્હ તરીકે જોવા મળે છે. તો આવો જાણીએ શારીરિક અને સંરચનાત્મક બનાવટના આધારે પણ કેટલીક ગુડલક સાઈન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પગમાં તલ
- સમુદ્રશાસ્ત્ર અનુસાર, જો કોઈ મહિલાના પગના તળિયા પર ટ્રાયેન્ગલ માર્ક (ત્રિકોણ ચિન્હ) હોય તો તેને બુદ્ધિમાન અને સમજદાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આવી મહિલાઓ હંમેશા બીજાની મદદ માટે આગળ રહે છે.


2. નાભિ નજીક તલ
- એવું કહેવામાં આવે છે કે, જો કોઈ મહિલાની નાભિની નીચે અથવા આસપાસમાં તલ અથવા મસો હોય તો તે પરિવાર માટે ખુબ જ શુભ ગણાય છે. આ નિશાન ના માત્ર ભાગ્યવાન બનાવે છે, પરંતુ સુખ-સમૃદ્ધિના સંકેક પણ આપે છે.


3. પગનો અંગુઠો
- એવું કહેવામાં આવે છે કે, જે મહિલાના પગનો અંગુઠો લાંબો હોય છે તેને પોતાના જીવનમાં ઘણા દુ:ખ સહન કરવા પડે છે. પરંતુ જો મહિલાનો અંગુઠો પહોળો, ગોળ અને લાલ હોય તો તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.


4. તળિયા પર તલ
- શાસ્ત્રો અનુસાર, જે મહિલાઓને પગના તળિયા પર શંખ, કમળ અથવા ચક્રની આકૃતિ બને છે, તો તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. એવી મહિલાઓ આમ તો કોઈ મોટો પદ પર હોય છે અથવા તો તેના ભાગ્યથી પાર્ટનર કોઈ સારી પોઝિશન પર હોય છે.


5. નાક પર તલ અથવા મસો
- જો કોઈ મહિલાની નાકની આજુબાજુ તલ અથવા મસો હોય તો ચોક્કસ તે એક ગુડલકનું રૂપ હોય છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.


6. જીભની બનાવટ
- જે મહિલાઓની જીભ વધારે કોમળ અને ગુલાબી હોય છે તેમને સુખનું પ્રતીક સમજવામાં આવે છે. આવી મહિલાઓને ઘરમાં રહેવાથી પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ બન્યું રહે છે.


7. આંખો
- હરણ જેવી સુંદર આંખોવાળી મહિલાઓ ખુબજ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ પ્રેમ અને ખુશીની સૌગાત લઇને આવે છે. જો આંખના ખુણાનો ભાગ લાલ છે તો આ મહિલાની ભાગ્યશાળી હોવાની નિશાની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube