Weekly Vrat Tyohar List, 1 January to 5 January 2025: આશાઓ અને શુભેચ્છાઓથી ભરેલું નવું વર્ષ 2025 આવતીકાલથી શરૂ થશે. આ સાથે લોકોના ઘરોમાં લગાવેલ કેલેન્ડર પણ બદલાશે. આ વખતે વર્ષનું પહેલું અઠવાડિયું તહેવારો અને વ્રતની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. આ સપ્તાહમાં વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી અને અન્નરૂપા ષષ્ઠી જેવા મોટા વ્રત પણ આવશે. આવો અમે તમને આ વ્રત અને તહેવારો વિશે વિગતવાર જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જાન્યુઆરી 2025, બુધવાર
હિન્દુ કેલેન્ડર અનુસાર, અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છથે. આ મહીનામાં અંગ્રેજી નવવર્ષ શરૂ થઈ રહ્યું છે. સનાતન ધર્મમાં પોષ મહિનો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં લોકો પોતાના આરાધ્ય દેવોની પુજા કરે છે અને જરૂરિયાતમંદોને દાન કરીને પુણ્ય કમાય છે. એક જાન્યુઆરીએ પણ લોકો મંદિરોમાં જઈને પ્રભુના દર્શન કરશે અને પોતાની ક્ષમતાનુસાર લોકોની સેવા કરશે. તમને જણાવી દઈએ કે વર્ષનો પહેલો દિવસ બુધવારથી શરૂ થઈ રહ્યો છે, જેના સ્વામી ભગવાન ગણેશ છે. એટલા માટે વર્ષનો પહેલો દિવસ ભગવાન ગણેશની પુજા કરીને વિશેષ લાભ થઈ શકે છે.


વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી વ્રત (3 જાન્યુઆરી, શુક્રવાર)
સનાતન ધર્મના વિદ્ધાનો અનુસાર, દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થીના રૂપમાં મનાવવામાં આવે છે, જ્યારે પોષ મહિનામાં આવનાર ચતુર્થીને વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસને ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે લોકો વ્રત કરે છે અને ભગવાન ગણેશના જાપ કરે છે. આ વખતે આ વ્રત 3 જાન્યુઆરી 2025ના રોજ આવી રહ્યું છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી ગણપતિની આરાધના કરવાથી જીવનમાં તમામ સંક્ટ  દૂર થઈ જાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


અન્નરૂપા ષષ્ઠી (5 જાન્યુઆરી, રવિવાર)
હિન્દુ કેલેન્ડર મુજબ, પોષ મહિનાની ષષ્ઠી તિથિને મા અન્નરૂપાના ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વ્રત માતા અન્નપૂર્ણાને સમર્પિત માનવામાં આવે છે. આ વ્રતને બંગાળમાં ખુબ જોશ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ઘરમાં ક્યારેય ઘન અને અનાજની કમી થતી નથી. એવા પરિવાર જીવનના તમામ સુખ ભોગવે છે અને જિંદગીના તમામ સુખ મેળવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)