Grah Gochar 2025: ગ્રહોની બદલતી ચાલ અને ગ્રહોની સ્થિતિ દરેક વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડે છે. વર્ષ 2025 માં કેટલાક એવા યોગ અને યુતી સર્જાશે જે 3 રાશીના લોકો માટે પડકારજનક સમયે લાવશો. આ વર્ષમાં ગ્રહોની સ્થિતિના કારણે ત્રણ રાશિઓ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વર્ષ 2025 માં રાહુ અને કેતુ ત્રણ રાશિ માટે અણધારી ઘટનાઓ સર્જી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2025 માં શનિનું ગોચર પણ આ 3 રાશિઓની મુશ્કેલી વધારશે. વર્ષ 2025 માં ક્રૂર ગ્રહ શની એક વખત રાશિ પરિવર્તન કરશે અને બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. જ્યારે રાહુ અને કેતુ એક-એક વખત રાશિ પરિવર્તન કરશે. આ સમયે 3 રાશિના લોકો માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો: Mangal Year 2025: મંગળ ગ્રહની 4 ચમત્કારી વસ્તુઓ વર્ષ 2025 માં ભાગ્ય ચમકાવી દેશે


મેષ રાશિ  


વર્ષ 2025 માં શનિનું ગોચર મેષ રાશિ માટે સમસ્યાનું કારણ બની શકે છે. શનિની દ્રષ્ટિના કારણે કાર્યમાં વિલંબ અને તણાવ વધી શકે છે. રાહુલ અને કેતુના પ્રભાવથી માનસિક ચિંતાઓ અને ભ્રમની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. કરિયર અને નોકરીમાં સંઘર્ષ અને અસ્થિરતા વધી શકે છે. બનતા કામ બગડી શકે છે. વેપારમાં ભાગીદાર સાથે અસહમતીની સ્થિતિ સર્જાઈ શકે છે. આ વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. હાડકા અને સ્નાયુના દુખાવા પણ વધી શકે છે. સંબંધોમાં તણાવ વધી શકે છે. 


આ પણ વાંચો: Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે


કન્યા રાશિ 


રાહુ અને શનિની યુતી કન્યા રાશિને નાણાકીય અને માનસિક સમસ્યાઓ આપી શકે છે.આ સમય દરમિયાન નાણાકીય નિર્ણય સાવધાની પૂર્વક લેવા નહીં તો નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અને અંગત જીવનમાં સંતુલન જાળવી રાખવું પડકાર સમાન હશે. રોકાણ અને સંપત્તિ સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે. અનાવશ્યક ખર્ચાઓથી બચવું. વેપારમાં નુકસાન થવાથી બિઝનેસ અટકી પણ શકે છે. પરિવારમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. પેટ અને પાચન સંબંધિત સમસ્યાથી પરેશાન રહી શકો છો. 


આ પણ વાંચો: Mobile: મોબાઈલમાં આવા વોલપેપર ન લગાવો, દુર્ભાગ્ય વળગી જશે, ધન, શાંતિનો અભાવ જ રહેશે


મીન રાશિ 


વર્ષ 2025 માં શનિનું ગોચર મીન રાશિના લોકોને ધીમી પ્રગતિ અને વધારે મહેનત કરાવશે. રાહુના પ્રભાવથી માનસિક અસ્થિરતા અને અનિશ્ચિતતા વધશે. કરિયર અને વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે. કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવા છતાં પણ સારું પરિણામ ન મળે. યોજનાઓમાં સમસ્યાઓ આવી શકે છે. આત્મવિશ્વાસ નબળો પડશે. જવાબદારીઓનો બોજ વધી શકે છે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા બની શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)