Vastu Tips: સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખાસ મહત્વ છે. તેથી દરેક ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. લોકો રોજ સવારે તુલસીનો જળ અર્પણ કરે છે અને પૂજા કરે છે. સાથે જ સંધ્યા સમયે પણ તુલસી પાસે દીવો કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે રોજ તુલસીજીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે તુલસી સંબંધિત એક ઉપાય પણ છે જેને કરવાથી ઘરમાં ધનની આવક સતત વધતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તુલસીના મૂળનો એક ટુકડો બાંધી દેવો ખૂબ જ શુભ ગણાય છે. આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે અને ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળનું એક ટુકડો બાંધી દેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને ઘરના વાસ્તુદોષનું પણ નિવારણ થઈ જાય છે.


આ પણ વાંચો:


દરેક મનોકામના પૂર્ણ કરશે તુલસીના 11 પાનનો આ ઉપાય, અજમાવીને કરી લો અનુભવ


ગણેશ ચતુર્થી પર કરી લો અચૂક ટોટકા, પ્રસન્ન થશે બાપ્પા અને વરસાવશે આશીર્વાદ


Astro Tips: વ્રત દરમિયાન શારીરિક સંબંધ રાખવા યોગ્ય કે નહીં ? જાણો શાસ્ત્રીય નિયમો


આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર તુલસીના મુળનો ટુકડો બાંધી દેવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર સતત થતો રહે છે. જેના કારણે ઘર પરિવારમાં સુખ-શાંતિ વધે છે. તુલસીનો આ ઉપાય કરવાથી પરિવારમાં રહેતા દરેક વ્યક્તિને લાભ થાય છે. તેમના ખિસ્સા ક્યારેય ખાલી રહેતા નથી.


કેવી રીતે બાંધવું તુલસીનું મૂળ


ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનું મૂળ બાંધવા માટે એક લાલ રંગના કપડામાં તુલસીના મુળની સાથે થોડા ચોખા રાખી દેવા. ત્યાર પછી બધી વસ્તુને બરાબર બાંધી અને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવું. તુલસી નું મૂળ હંમેશાં લાકડા થી બનેલા મુખ્ય દરવાજા પર જ લગાડવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)