Akshaya Tritiya 2024: દર વર્ષે વૈશાખ મહિનાની ત્રીજની તિથિ પર અક્ષય તૃતીય ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 મે અને શુક્રવારે અક્ષય તૃતીયા ઉજવાશે. શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક શુભ કામ કરવાથી તેનું અક્ષય ફળ મળે છે. આ દિવસે કોઇપણ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની પણ જરૂર નથી. આ એક વણજોયું મુહર્ત ગણાય છે. અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાનું વિધાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dreams: સપનામાં મંદિર દેખાવું કઈ વાતનો સંકેત ? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર અર્થ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તમે ધન સંબંધિત કેટલાક ઉપાય કરો છો તો તેનાથી તિજોરી હંમેશા ભરેલી રહે છે. આજે તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને અક્ષય તૃતીયાના દિવસે તિજોરીમાં રાખવાથી તમારું ભાગ રાતોરાત પલટી મારશે. 


આ પણ વાંચો: 6 મેથી શરુ થતું સપ્તાહ વૃષભ, મિથુન, તુલા રાશિ માટે શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળ


પીળી કોડી 


અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને પીળી કોડી અર્પણ કરવી. માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. પૂજા પત્યા પછી આ કોડીને તિજોરીમાં રાખી દેવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. 


શ્રી યંત્ર 


શાસ્ત્ર અનુસાર શ્રી યંત્ર સુખ, સંપત્તિ અને સૌભાગ્યનું કારક છે. જો અક્ષય તૃતીયાના દિવસે તમે તિજોરીમાં શ્રી યંત્રની સ્થાપના કરો છો તો જીવનમાં ધન ધાન્ય ખૂટતું નથી. શ્રી યંત્રને તિજોરીમાં રાખવાથી ધનની આવક વધે છે. 


આ પણ વાંચો:Astro Tips: માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ


પારદ શિવલિંગ 


ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં પારદ શિવલિંગની વિધિ વિધાનથી પૂજા કરવી. ત્યાર પછી તેની સ્થાપના કરવાથી ઘરનો ક્લેશ દૂર થાય છે અને જીવનમાં ખુશાલી વધે છે. 


શંખ 


અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે ભગવાન લક્ષ્મીને પ્રિય દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવી જોઈએ. પહેલા શંખને ઘરે લાવી તેની પૂજા કરીને તિજોરીમાં તેને સ્થાપિત કરવો. પૂજા કરેલા શંખને તિજોરીમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)