Gupt Navratri 2024: ધનથી લઈ નેગેટિવ એનર્જી સુધીની બધી જ સમસ્યાઓ થશે દુર, ગુપ્ત નવરાત્રીમાં કરી લો આ ટોટકા
Gupt Navratri 2024: અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાની પૂજા કરવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે.
Gupt Navratri 2024: દર વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી 2 નવરાત્રી પ્રકટ નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ગુપ્ત હોય છે. મહા મહિનામાં અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાની પૂજા કરવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. ગુપ્ત નવરાત્રીમાં પૂજા વિશેષ રીતે અઘોરી અને તાંત્રિકો કરે છે. આ સિવાય ઘરમાં પણ નવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં કેટલાક ટોટકા પણ કરવામાં આવે છે જે જીવનની સમસ્યાઓને દૂર કરે છે.
આ પણ વાંચો: Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળ
નેગેટિવ એનર્જી દૂર કરવાનો ઉપાય
ગુપ્ત નવરાત્રીમાં પૂજા કરો ત્યારે માં દુર્ગાના ચરણોમાં કમળનું ફૂલ અર્પણ કરવું સાથે જ રોજની પૂજામાં 7 લવિંગ અર્પણ કરવા. પૂજા કરતી વખતે માં દુર્ગાના વૈદિક મંત્રનો જાપ પણ કરવો. આમ કરવાથી ઘરની નેગેટીવ એનર્જી દૂર થાય છે.
ધનની તંગી દૂર કરવાનો ઉપાય
ગુપ્ત નવરાત્રીની પૂજા દરમિયાન એક લાલ કપડામાં ચોખા અને થોડી કોડી રાખી પોટલી બાંધી દો. નવ દિવસ સુધી આ પોટલીની પણ પૂજા કરો અને છેલ્લા દિવસે આ પોટલીને ઘરમાં કોઈ ખાસ જગ્યાએ રાખી દો.
આ પણ વાંચો: Vastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરી
નજર દોષ દૂર કરવા
જો ઘરને કોઈની નજર લાગી હોય અને વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તો ગુપ્ત નવરાત્રીમાં ફટકડીનો એક ટુકડો લઈ કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજાની ઉપર તેને લટકાવી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘર પર લાગેલી નજર પણ દૂર થઈ જશે.
આર્થિક સ્થિતિ સુધારવાનો ઉપાય
ગુપ્ત નવરાત્રીના કોઈપણ એક દિવસે પીપળાનું એક પાન લઈ તેના પર રામ નામ લખો. હવે આ પાન ઉપર કોઈપણ મીઠાઈ રાખીને હનુમાન મંદિરમાં અર્પણ કરી આવો. આમ કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યાનું નિરાકરણ આવશે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી વૃષભ રાશિમાં સર્જાશે દુર્લભ ગુરુ-મંગળ યોગ, આ 5 રાશિઓને થશે બંપર લાભ
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)