Navratri 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવાર અને 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ છે. પિતૃ પક્ષ 14 ઓક્ટોબરે સમાપ્ત થયો છે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ થયું હતું. ત્યાર પછી રવિવાર 15 ઓક્ટોબરથી માં દુર્ગાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિનો પ્રારંભ થયો છે. વર્ષો બાદ નવરાત્રિનો પ્રારંભ ઘણા શુભ સંયોગોમાં થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ બાદ નવરાત્રિના પહેલા દિવસે શશ રાજયોગ, ભદ્ર રાજયોગ અને બુધાદિત્ય રાજયોગના કારણે ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ ત્રણ યોગના કારણે નવરાત્રિ પર ત્રિગ્રહી યોગ બન્યો છે. તેની શુભ અસર 3 રાશિના લોકો પર જોવા મળશે. આ ત્રણ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ સુખદ સાબિત થવાનો છે. આ યોગ 30 વર્ષ પછી એક સાથે રચાઈ રહ્યા છે જે ખૂબ જ શુભ પરિણામ આપશે. 


આ પણ વાંચો:


Vastu Tips: તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? તો અપનાવો આ ઉપાય, દુર થશે વાસ્તુ દોષનો પ્રભાવ


આજથી નવરાત્રી શરુ, આ અભિજિત મુહૂર્તમાં કરો કળશ સ્થાપના, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ


રવિવાર મેષ રાશિ માટે રહેશે શુભ, સિંહ રાશિ રહેશે વ્યસ્ત, જાણો કેવો રહેશે તમારો દિવસ


કર્ક રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોને નવરાત્રિની શરૂઆતમાં બનતો ત્રિગ્રહી યોગ વિશેષ લાભ આપશે. આ રાશિના જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને બમણો નફો થશે. અગાઉ કરેલા રોકાણથી આર્થિક લાભ થશે. કોઈ કામના સંબંધમાં વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.


સિંહ રાશિ 


30 વર્ષ પછી બનેલો ત્રિગ્રહી યોગ સિંહ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરશે. આ સમયે અટકેલુ ધન પરત મળશે. કોર્ટના કામમાં સફળતા મળશે. આવક માં અન્ય ઘણા સ્ત્રોતોમાં પણ વધારો થશે. તમને તમારા દરેક કામમાં માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.  કામના સંબંધમાં વિદેશ પ્રવાસ પર જઈ શકો છો. ઘરમાં શુભ કાર્યો થઈ શકે છે.


કન્યા રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રિગ્રહી યોગ કન્યા રાશિને અનુકૂળ પરિણામ આપશે.  આ રાશિના લોકો પર માતા દુર્ગાની અપાર કૃપા વરસશે. સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. વેપારમાં અચાનક ધન લાભ થવાની સંભાવના છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)