Trigrahi Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ ગ્રહ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 30 વર્ષ પછી શનિ પોતાની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં શુક્ર અને બુધ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શનિની રાશિ કુંભમાં શનિ, બુધ અને શુક્ર ગ્રહનો ત્રિગ્રહી યોગ સર્જાશે. આ ત્રિગ્રહી યોગ બધી જ રાશિના લોકોને અસર કરશે. પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમના માટે ત્રિગ્રહી યોગ ભાગ્ય બદલનાર સાબિત થશે.  ત્રિગ્રહી યોગ આ રાશિના લોકોની સંપત્તિમાં વધારો કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં બુધ, મંગળ સહિત 4 ગ્રહ કરશે રાશિ પરિવર્તન અને બદલી જશે 3 રાશિઓનું ભાગ્ય


વૃષભ રાશિ


ત્રિગ્રહી યોગ વૃષભ રાશિના લોકો માટે શુભ ફળદાય સિદ્ધ થશે. આ રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે. પ્રમોશન પણ આ સમય દરમિયાન થઈ શકે છે. ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફરની ઓફર પણ મળી શકે છે. પગાર વધારાની શક્યતા છે. વેપારી વર્ગને ધન લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે. પિતાનો સહયોગો પ્રાપ્ત થશે સંપત્તિથી લાભ થઈ શકે છે.


આ પણ વાંચો: કઈ રાશિઓને ફળશે ફેબ્રુઆરી મહિનો અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણવા વાંચો માસિક રાશિફળ


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો માટે પણ ત્રિગ્રહી યોગ લાભદાયી રહેશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. કામોમાં સફળતા મળશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. વિદેશી યાત્રા પર જઈ શકો છો. ઘરમાં માંગલિક કે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશાલી આવશે. આપસી પ્રેમ વધશે.


આ પણ વાંચો: Hindu Temple: દેશના આ 6 મંદિરો છે એવા જ્યાં ફક્ત હિન્દુઓ જ કરી શકે છે દર્શન


કુંભ રાશિ


કુંભ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયી રહેશે. આત્મવિશ્વાસ વધશે અને યોજનાઓ સફળ થશે. વ્યવસાયિક લાભ થશે. કોઈ મોટી ડીલ સાઇન કરી શકો છો. અવિવાહિક લોકોના સંબંધ નક્કી થઈ શકે છે. લગ્નજીવન ખુશહાલ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)