જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક ચોક્કસ સમયગાળા બાદ ગોચર કરીને ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ સીધી રીતે માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે વેપારના દાતા બુધ અને માન સ્માનના દાતા સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યારે ધનના દાતા શુક્ર પણ સિંહ રાશિમાં સ્થિત રહેશે. આવામાં આ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિઓની ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી પંચમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને ભાગ્યના સહયોગથી અનેક કાર્યો સરળતાથી પૂરા થઈ જશે. જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હશો તો તમારા લવ મેરેજ પણ થઈ શકે છે. તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. 


કર્ક રાશિ
ત્રિગ્રહી યોગ કર્ક રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી આ સમય  દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થશે. વેપારીઓને સારો નફો થશે અને બુદ્ધિના બળે તમામ પ્રકારના પડકારોને પહોંચી વળશો. આ સાથે જ આ સમય દરમિયાન તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. વાણીનો પ્રભાવ વધશે જેનાથી લોકો ઈંમ્પ્રેસ થશે. આ સમયગાળામાં તમારી ઈચ્છાઓ પૂરી થશે. આ સાથે જ હાલ તમે ધનનું સેવિંગ કરવામાં પણ સફળ રહેશો. 


ધનુ રાશિ
તમારા માટે ત્રિગ્રહી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારો ભાગ્યદોય થઈ શકે છે. આ સાથે જ આ દરમિયાન તમારી સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. જે લોકો આગળ જઈને તમને લાભ કરાવી શકે છે. આ સમય દરમિયાન નાનો મોટો પ્રવાસ કરી શકો છો. તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. ભાગ્યનો સાથ મળવાથી તમારા તમામ કાર્યો સરળતાથી પૂરા થઈ જશે અને તમારું મન પ્રસન્ન તથા સંતુષ્ટ રહેશે. 


 Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.