trigrahi yog : જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહ 9 એપ્રિલના રોજ મીન રાશિમાં પ્રવેશી ગયો છે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય સ્થિત છે. આવામાં મીન રાશિમાં આ ત્રણ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ બને છે. અત્રે જણાવવાનું કે આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જેનાથી તમને મોટો ફાયદો મળી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે છે. નવી નોકરીની શોધ પૂરી થશે અને તમને સારા પગારવાળી નોકરી મળશે. તમારી વાણી પ્રભાવશાળી બનશે જેનાથી તમે લોકોને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહેશો. ઘર અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જેનાથી તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. વેપારીઓનું ફસાયેલું ધન પાછું મળશે. 


મિથુન રાશિ
ત્રિગ્રહી યોગથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બન્યો છે.  આથી આ સમય દરમિયાન તમને કામ કારોબારમાં સારી પ્રગતિ થશે. તમને કરિયરમાં વિશેષ લાભ થશે અને પ્રગતિ માટે તમે કોઈ મોટું પગલું ભરી શકો છો. આ સાથે જ જે લોકો નોકરીયાત છે તેમને નોકરી માટે સારી તકો મળી શકે છે. આર્થિક રીતે તમે વધુ મજબૂત થશો. સ્વાસ્થ્ય મામલે આ સમય તમારા માટે સારો છે. વેપારીઓને સારો ધનલાભ થશે. 


મીન રાશિ
ત્રિગ્રહી યોગ બનવો એ મીન રાશિના લોકો માટે સારો સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહ્યો છે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. અંગત જીવનમાં પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થશે. તમને તમારી કમાણી વધારવાની અનેક શાનદાર તક મળશે. તમારી આવકના નવા સોર્સ બનશે. જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube