વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ પોતાના નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના આ રાશિ પરિવર્તન બાદ શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના રાજા સૂર્ય બે દિવસ પહેલા એટલે કે 14 માર્ચ 2024ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે જ્યાં પહેલેથી જ ગ્રહોના રાજકુમાર અને પાપી ગ્રહ બિરાજમાન છે. હવે આવામાં મીન રાશિમાં સૂર્ય, બુધ અને રાહુનું મિલન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય ગ્રહો મળીને મીન રાશિમાં ત્રિગ્રહી યોગ અને બુધાદિત્ય રાજયોગ બનાવી ચૂક્યા છે. જ્યોતિષો મુજબ આવનારા 15 દિવસોમાં કેટલીક રાશિવાળાને જબરદસ્ત લાભ થઈ શકે છે. ઈચ્છિત ધનલાભ થઈ શકે છે. જ્યારે કેટલીક રાશિવાળાઓા ભૌતિક સુખમાં વિસ્તાર થશે. જાણો કોને કોને લાભ થશે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે ત્રિગ્રહી અને બુધાદિત્ય રાજયોગ ખુબ જ લાભકારક રહેશે. મિથુન રાશિના લોકોની આધ્યાત્મમાં રૂચિ વધશે અને ભગવાન પ્રત્યે આસ્થા અને વિશ્વાસ વધશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે અને સાથે સાથે પ્રમોશનના ચાન્સ પણ વધશે. કાર્યો પ્રત્યે જવાબદારી વધશે. સમાજમાં માનસન્માન વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. 


તુલા રાશિ
મીન રાશિમાં ત્રિગ્રહી યોગ અને બુધાદિત્ય રાજયોગ બનવાથી તુલા રાશિવાળા લોકો માટે શુભ અને ફળદાયી રહેશે. આ યોગ બનવાંથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આ સાથે જ જે લોકો સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સારા સમાચાર સાંભળવા મળશે. જે લોકો પરિણીત છે તેમના જીવનમાં ખુશહાલી રહેશે. આ સાથે જ જીવનસાથી સાથ પણ સંબંધ સારા રહેશે. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકો માટે આવનારા 15 દિવસ ખુબ શુભ રહેશે. જે લોકો વેપાર કરે છે તેમને ઈચ્છિત ફળ મળશે. કોઈ પણ કાર્યમાં આગળ રહીને ભાગ લેશે. કારોબારનો વિસ્તાર થશે. આ સાથે જ ધન કમાવવના નવા સ્ત્રોત બનશે. કુંભ રાશિવાળા લોકોને કરિયરમાં અચાનક પ્રગતિ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube