નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશિપ ડે (Ftedndship Day 2023) એટલે કે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ફ્રેન્ડશિપ ડે 6 ઓગસ્ટ રવિવારે છે. મિત્રને સંકટના સમયનો સાથી કહેવાય છે. જે સાચો મિત્ર હોય તે દરેક સમયે સાથ આપે છે. રાશિ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. પાંચ રાશિના જાતકો સારા મિત્ર સાબિત થાય છે. જે હંમેશા મદદ માટે તૈયાર રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો હંમેશા મદદ માટે તૈયાર રહે છે. આ રાશિના લોકો સાચી મિત્રતા નિભાવે છે. વૃષભ રાશિના લોકો દરેક પરિસ્થિતિમાં મદદ માટે તૈયાર રહે છે. 


મિથુન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકો પણ સાચી મિત્રતા નિભાવે છે. આ રાશિના લોકો મિત્રો માટે ગમે તે કરવા તૈયાર હોય છે. મિથુન રાશિના જાતક દરેક પરિસ્થિતિમાં મિત્રને સાથ આપે છે. 


આ પણ વાંચોઃ 118 દિવસ સુધી જશ્ન મનાવશે આ રાશિના જાતકો, ખુલી જશે કુબેરનો ખજાનો


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો દોસ્તીમાં પાછળ હટતા નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકો સારા મિત્રો બને છે. આ રાશિના લોકોના મિત્રોની સંખ્યા વધુ હોય છે. તે મિત્રની સાથે મિત્રતા સારી રીતે નિભાવે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો દોસ્તી માટે મહત્વપૂર્ણ હોય છે. આ રાશિના જાતકો દુનિયાની વિરુદ્ધ જઈને પણ દોસ્તોને સાથ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકોની મિથુન અને ધન રાશિના જાતકો સાથે સારી મિત્રતા હોય છે. 


મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો સુખ-દુખમાં સાથ આપે છે. તે રાશિના જાતકો મિત્રતા નિભાવે છે. મકર રાશિના જાતકોની દોસ્તિ પર ક્યારેય શંકા ન કરવી જોઈએ. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube