Dhan Labh Upay: દરેક વ્યક્તિ તેના જીવનમાં સમૃદ્ધિ ઈચ્છે છે. તેના માટે લોકો સખત મહેનત પણ કરે છે અને ખૂબ પૈસા કમાવા દોડધામ કરે છે. પરંતુ ક્યારેક એવી સ્થિતિઓ ઊભી થાય છે જેના કારણે કમાયેલા પૈસા બચાવવા મુશ્કેલ બની જાય છે. એક કે બીજા કારણોસર કમાયેલા પૈસા ખર્ચ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને તમારા ઘરમાં પણ આવતું ધન ટકતું નથી તો તમે કેટલાક જ્યોતિષીય ઉપાયો અજમાવી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિને ધન લાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સાપ્તાહિક રાશિફળ: મેષ રાશિના લોકોને આ અઠવાડિયે થશે નાણાકીય લાભ, દરેક દિવસ રહેશે સારો


શુક્રના કર્કમાં ગોચરથી આ રાશિઓના લોકોને મળશે સુવર્ણ તક, કારર્કિદીમાં મળશે સફળતા


શશ મહાપુરુષ યોગને કારણે આ 5 રાશિના જાતકોની થશે બલ્લે બલ્લે, લાખો-કરોડોમાં ખેલશે


ધન પ્રાપ્તિના ઉપાય


- તિજોરીમાં 10-10 રૂપિયાની નોટનું બંડલ શુભ મુહૂર્તમાં રાખવું. સાથે જ તિજોરીમાં પિત્તળ અને તાંબાના સિક્કા પણ રાખવા જોઈએ. 


- શુભ મુહૂર્તમાં પીપળાનું એક પાન ઘરે લઈ આવવું અને તેને પાણીથી બરાબર સાફ કરી લેવું. ત્યાર પછી દેશી ઘીમાં સિંદૂર ઉમેરીને આ સિંદૂર વડે પીપળાના પાન ઉપર ઓમ લખો. ત્યાર પછી તેને તિજોરીમાં રાખી દેવું. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવાથી ધનની તંગી દૂર થાય છે. 


- ધન સંપત્તિ વધે તે માટે તિજોરીમાં કાળી ચણોઠીના 11 દાણા રાખવા જોઈએ. આ સિવાય તિજોરીમાં અંદર હંમેશા લાલ વસ્ત્ર પાથરી રાખવું અને અંદર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ રાખવી. 


- ઘરમાં કોઈ પૂજા થઈ હોય તો તેમાં જે સોપારીની ગૌરી ગણેશનું રૂપ માનીને પૂજા કરવામાં આવી હોય તેને જનોઈ સહિત તિજોરીમાં પધરાવી દેવું. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે.


- જો તમારા ઘરમાં આવક કરતા વધુ ખર્ચ થતા હોય તો મહિનાની પહેલી તારીખે દેવી લક્ષ્મીની પૂજામાં એક સિક્કો અર્પણ કરો અને પછી તેને લોટના ડબ્બામાં રાખો. આમ કરવાથી ઘરમાં બરકત વધે છે.


- જ્યોતિષ શાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. ખર્ચથી બચવા માટે તમારા પર્સમાં સાત લવિંગ રાખો. આમ કરવાથી પૈસા અને પૈસાની બચત થાય છે.


- નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં વૃદ્ધિ માટે રોજ સાંજે પૂજા સમયે મંદિરમાં કપૂરનો દીવો પ્રગટાવો. નિયમિત આમ કરવાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)