Camphor Remedies For Money : દરેક વ્યક્તિએ તેના જીવનમાં ચડતી અને પડતી બંને સ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે માણસના જીવનમાં સમસ્યા હોય છે ત્યારે તે મોટાભાગે નિરાશ થઈ જાય છે. આ નિરાશા અને જીવનની સમસ્યાને દુર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી ઘર પરિવાર પર આવેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતું કપૂર ખૂબ જ ચમત્કારી હોય છે. કપૂરના કેટલાક પ્રચલિત ટોટકા કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થઈ જાય છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી અટકેલા કામ પુરા થાય છે, મનનો ડર દુર થાય છે, નકારાત્મકતા દુર થાય છે અને દરિદ્રતા દુર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


 


રસ્તા પરથી પૈસા મળવા આ ઘટનાનો હોય છે સંકેત, જાણો શું કરવું રસ્તા પરથી પૈસા મળે તેનું


વેપારમાં થતું હોય નુકસાન અને વધી રહ્યું હોય કરજ તો ગુરુવારે કરો આ ઉપાય


બજરંગ બલી પુરી કરશે દરેક ઈચ્છા અને દુર કરશે સંકટ, આ રીતે કરો હનુમાન ચાલીસાનો ઉપાય


 
કપૂરના ચમત્કારી ઉપાયો


- જો મનમાં સતત એવી ચિંતા રહેતી હોય કે કોઈ અશુભ ઘટના બનવાની છે તો સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રજ્વલિત કરવો જોઈએ. આ સાથે જ દિવસમાં એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી મનનો અજાણ્યો ભય દૂર થાય છે.


- જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય અથવા તો ઘરમાં આવતા પૈસા ટકતા ન હોય તો આ સ્થિતિમાં સુધારો કરવા માટે કપૂરનો આ ઉપાય કરવો.  આર્થિક સમસ્યા દૂર કરવા માટે સતત 43 દિવસ સુધી કપૂર માં દુર્ગા સામે પ્રજવલિત કરવું. આમ કરવાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે.


- જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોય છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ કલેશ થતો હોય તો સવારે અને સાંજે પૂજા કરતી વખતે કપૂર પ્રજવલિત કરવું. આમ કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહેશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. 


- ઘણી વખત એવું થાય છે કે મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા મળતી નથી આવી સ્થિતિમાં સંધ્યા સમયે ઘરમાં પૂજા કરો ત્યારે કપૂરને ઘીમાં બોળી પ્રજ્વલિત કરવું. આમ કરવાથી અધૂરા કામ પુરા થવા લાગે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)