Ajwain Ke Totke: આપણા રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે જીવનને પણ સુધારી શકે છે. કારણ કે આ મસાલા માત્ર ભોજનનો જ સ્વાદ વધારે છે તેવું નથી. તે અનેક રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.  આ મસાલા તમારા જીવનની ઘણી સમસ્યાઓને દુર કરવામાં પણ મદદ કરી શકે છે. આવો જ મસાલો છે અજમા. અજમા તમને ઘણી સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે. આજે તમને અજમાના કેટલાક ઉપાયો જણાવીએ. તેને કરીને તમે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Shukra Gochar: ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, શુક્ર દેશે અઢળક ધન


કરજથી મુક્તિ માટે


જો તમે કરજથી પરેશાન છો અને તેને ચૂકવવામાં અસમર્થ છો તો આ ઉપાય તમારા માટે ઉપયોગી છે. આ ઉપાય માટે લાલ કપડામાં અજમા બાંધી રાત્રે પલંગના માથા પર રાખો અને સવારે ઉઠ્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ અજમા દાન કરો. આમ કરવાથી તમને આર્થિક ફાયદો થશે.


ઘરમાં સુખ અને શાંતિ


જો તમે તમારા ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ ઈચ્છો છો તો તમારે પાણીમાં અજમા ઉમેરી આ પાણી ઘરમાં રાખેલા છોડને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે.


આ પણ વાંચો: 2 ગ્રહોની યુતિથી સર્જાશે અત્યંત શુભ યોગ, એક મહિના સુધી આ 5 રાશિના લોકો કમાશે અઢળક ધન


બીમારીમાંથી રાહત


જો તમે લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડિત છો અને કોઈ સારવાર કામ કરી રહી નથી તો આ ઉપાયો અજમાવો. તમારા વજનની બરાબર અજમા લો અને તેનાથી નજર ઉતારો. ત્યારબાદ આ અજમાને વહેતા પાણીમાં પધરાવી દો.
 
સફળતા માટે


મહેનત કર્યા પછી પણ જો તમને સફળતા નથી મળી રહી તો આ ઉપાયો કરો. તેના માટે દર બુધવારે અજમાનું દાન કરો. તેનાથી તમારા બગડેલા કામ પણ થવા લાગશે.


આ પણ વાંચો: Astro Tips: કારર્કિદીમાં સફળતા અપાવે છે કાળા ચોખાના આ ટોટકા, જાણો તમે પણ અચૂક ઉપાયો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)