Tulsi ke upay: તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અવિરત રાખે છે. તુલસીનો છોડ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરવામાં મદદ કરે છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ સિવાય તુલસીના છોડના કેટલાક સરળ ઉપાયો પણ હોય છે જેને કરવાથી ઘરમાં થતાં ક્લેશ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે તુલસીનો છોડના કયા ઉપાય ગૃહ ક્લેશને દૂર કરે છે અને ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલસીના છોડના ઉપાય


આ પણ વાંચો: રાશિફળ 18 નવેમ્બર: આજનો દિવસ સંતોષકારક અને શાંતિભર્યો દરેક બાબતમાં સુસંગતતા રહેશે


1. જો તુલસી છોડ ઘરમાં ઉત્તર-પૂર્વ ખૂણામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જળવાઈ રહે છે.


2. તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ દિશામાં હોવાથી તે સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. આ સિવાય તુલસી સાથે શાલિગ્રામ રાખવાથી ઘરમાં ધનની આવક વધે છે. જે ઘરમાં પતિ-પત્ની વચ્ચે તણાવ રહેતો હોય, પતિ-પત્ની વચ્ચે રોજેરોજ ઝઘડા થતા હોય તેમણે શાલિગ્રામ પર તુલસી ચઢાવવી જોઈએ. તેનાથી પરસ્પર પ્રેમ વધે છે.  


આ પણ વાંચો: ઘરમાં વધારવી હોય બરકત અને થવું હોય સફળ તો શુક્રવારે મંદિરના પૂજારીને આપો આ વસ્તુ


3. સવારે ઉઠ્યા પછી તુલસીના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને તીર્થ દર્શન સમાન ફળ મળે છે. શાસ્ત્રોમાં તુલસીને સુંદરતા, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ખાસ કરીને ધન, કર્ક અને વૃષભ રાશિના લોકો માટે આ છોડ ખૂબ જ શુભ છે.


4. નિયમિત રીતે તુલસીની પૂજા અને સેવન કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને સામાજિક સંબંધો તેમજ સ્વાસ્થ્યમાં સુધારા થાય છે. તુલસીનું સેવન અને પૂજા કરવાથી સમસ્ત પાપ ધોવાઈ જાય છે.


આ પણ વાંચો: Surya Gochar: છઠ પર્વ પર સૂર્ય કરશે ભાગ્યોદય, 4 રાશિના લોકોનું વધશે બેંક બેલેન્સ


5. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં તુલસીનું મહત્ત્વનું સ્થાન છે. તુલસીને ઘરમાં યોગ્ય રીતે સ્થાપિત કરવાથી વ્યક્તિને શુભ, શાંતિ અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: Ajwain Ke Totke: જીવનની 4 મોટી સમસ્યાઓથી તુરંત મુક્તિ અપાવશે અજમાના આ ટોટકા