Tulsi Manjari Upay: તુલસી ધાર્મિક મહત્વ ધરાવતો છોડ છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીની રોજ પૂજા થાય છે. જોકે તુલસી આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ કોણ છે પણ મહત્વનો છોડ છે. તુલસીના પાનનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળે છે. જેમ જેમ તુલસીનો છોડ મોટો થાય છે તેમ તેમાં વારંવાર માંજર પણ નીકળતા હોય છે. ધાર્મિક દ્રષ્ટિ કોણથી તુલસીમાં માંજર આવવા ખૂબ જ શુભ ગણાય છે. તુલસીના માંજરના કેટલાક ઉપાયોનું વર્ણન પણ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ભાગ્યોનો સાથ મળે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ તુલસીના માંજરના ચમત્કારિક ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલસીની મંજરીના ઉપાયો


આ પણ વાંચો:


ગુરુવારે સાંજ સુધી રહેજો સાવધાન, તુલા રાશિનો ગ્રહણ યોગ સર્જી શકે છે જીવનમાં ઝંઝાવાત


શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓના લોકોનું ભાગ્ય


શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓના લોકોનું ભાગ્ય


1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે તુલસીના છોડમાં માંજર આવે તે ખૂબ જ શુભ ગણાય છે. ભગવાન વિષ્ણુને તુલસીની સાથે માંજર પણ પ્રિય છે. ભગવાન વિષ્ણુને તુલસીના માંજર ચઢાવવાથી અટકેલું ધન પરત મળે છે.


2. જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તુલસીના માંજર તોડી અને તેને એક લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. 


3. ઘરમાં અવારનવાર ક્લેશ થતો હોય તો એક પાત્રમાં ગંગાજળ કાઢી તેમાં તુલસીના માંજર ઉમેરીને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ત્યાર પછી રોજ સવારે આ જળનો છંટકાવ આખા ઘરમાં કરો. તેનાથી ઘરમાંથી ક્લેશ દુર થશે અને ઘરમાં સુખ-શાંતિ વધશે.


4. જ્યારે પણ માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે પૂજાની સામગ્રીમાં તુલસીના માંજરનો પણ ઉપયોગ કરો. ખાસ કરીને શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને તુલસીના માંજર અર્પણ કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર હંમેશા રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)