Haldi Upay: હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે. કોઈપણ ધાર્મિક કાર્યોમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરથી સકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે અને સાથે જ હળદર ઘરમાં ધન અને વૈભવ પણ આકર્ષિત કરવામાં મદદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ હળદરની ગાંઠ ઘરે રાખવી શુભ ગણાય છે. જો હળદરને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે તો તે અલગ અલગ પ્રકારે લાભ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કયા ખૂણામાં હળદરની ગાંઠ રાખવાથી કેવો લાભ થાય છે.


આ પણ વાંચો: Vastu Tips:ઘરમાં સતત વધી રહી છે પૈસાની તંગી ? દરિદ્રતા દુર કરવી હોય તો કરો આ કામ


રસોડામાં હળદર


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં હળદરની ગાંઠ રાખવી શુભ ગણાય છે. જો કોઈ વ્યક્તિ રસોડામાં હળદરની ગાંઠ રાખે છે તો તેના ઘરમાં ધનની ખામી સર્જાતી નથી.


મુખ્ય દરવાજા પર હળદર


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે તે માટે ઘરના મુખ્ય દરવાજા પર હળદર રાખવી શુભ રહે છે. તેના માટે હળદરની ગાંઠને તમે દરવાજા ઉપર બાંધી પણ શકો છો અને એક ડબ્બામાં ભરીને મુખ્ય દરવાજા પાસે રાખી પણ શકો છો.


આ પણ વાંચો: સોમવારથી શરુ થતું સપ્તાહ ફાયદો કરાવશે કે નુકસાન, જાણવા વાંચી લો સાપ્તાહિક રાશિફળ


મંદિરમાં હળદર 


હિન્દુ ધર્મ અનુસાર ઘરના મંદિરમાં જો તમે હળદર રાખો છો તે શુભ છે. મંદિરમાં હળદરની ગાંઠ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે.


તિજોરીમાં હળદર


જો તમે તિજોરી એટલે કે જે જગ્યાએ ધન રાખતા હોય તે જગ્યાએ હળદરની ગાંઠ રાખો છો તો ધનનો પ્રવાહ સતત વધતો રહે છે અને ઘરમાં આવેલું ધન ટકવા લાગે છે.


આ પણ વાંચો: Budh Gochar 2024: 7 ફેબ્રુઆરીએ બુધ થશે અસ્ત, આ 3 રાશિઓ માટે શરુ થશે આફત સમાન સમય


પર્સમાં હળદર


જો કોઈ વ્યક્તિ પોતાના પર્સમાં હળદરની ગાંઠ રાખે છે તો તેના જીવનમાં પૈસાની ખામી સર્જાતી નથી. પૈસાને એટ્રેક્ટ કરવામાં પર્સમાં રાખેલી હળદર મદદ કરે છે. હળદરની ગાંઠ જ્યાં સુધી પર્સમાં રહે છે ત્યાં સુધી પર્સ ખાલી રહેતું નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)