Ubhayachari Rajyoga: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરતા  હોય છે અને શુભ તથા અશુભ યોગનું નિર્માણ થતું હોય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકોના જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવે કુંભ રાશિમાં ગોચર કર્યું છે અને સૂર્યના કુંભ રાશિમાં આવ્યા બાદ સૂર્યની બંને બાજુ બે ગ્રહો સ્થિત છે. એક બાજુ રાહુ ગ્રહ છે જ્યારે બીજો ગ્રહ મંગળ છે. સૂર્યની બંને બાજુ આ બંને ગ્રહો હોવાથી ઉભયચરી રાજયોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
તમારા માટે ઉભયચરી રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારું કામકાજ, વેપારમાં નોંધપાત્ર  પ્રગતિ જોવા મળશે. મકર રાશિના જાતકોને ધન કમાવવાની અચાનક કોઈ તક મળી શકે છે. વિદેશથી ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જો તમે વેપારી હોવ તો તમારા વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સાથે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. 


તુલા રાશિ
ઉભયચરિ રાજયોગ તુલા રાશિના જાતકોને અનુકૂળ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. આવકના નવા સોર્સ ઊભા થશે. તમે નવો વેપાર શરૂ કરી શકો છો. તમને થોડી મહેનતનું મોટું ફળ મળશે. જો તમારી કોઈ વેપારની ડીલ પૂરી ન થઈ હોય કે અધવચ્ચે અટકી હોય તો તે બિઝનેસ ડીલ પૂરી થઈ શકે છે. તમારા અટકેલા કામ પાર પડી શકે છે. 


કુંભ રાશિ
ઉભયચરી રાજયોગ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ દરમિયાન પરણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. આ ઉપરાંત જીવનસાથીનો સહયોગ મળશે. તમે કરિયર સંબંધિત નવા નિર્ણય લઈ શકો છો. આ દરમિયાન કોઈ વ્યવસાયિક ડીલ ફાઈનલ કરી શકો છો. આર્થિક સંકટ દૂર થઈ ધનલાભ થઈ શકે છે. તમારી વાણીમાં પણ પ્રભાવ જોવા મળશે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube