નવી દિલ્હી: દરેક રાજ્ય અને જિલ્લામાં અલગ-અલગ પ્રકારની માન્યતાઓ હોય છે. મંદિરમાં લોકો પૂજા કરવા અને પ્રસાદ ચઢાલવવા માટે આવે છે, પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, મંદિરમાં મૂર્તિ ચોરી કરવાની પણ માન્યતા હોય છે. જી હાં, રાજસ્થાનના હિંડૌલી જિલ્લામાં એક એવી માન્યતા છે, જેના વિશે સાંભળી તમારા હોશ ઉડી જશે. મંગળવારના મહાશિવરાત્રિના પર્વ પર અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભગવાનની આરાધના કરવા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે, શિવરાત્રિ પહેલા આ મંદિરમાંથી માતા પાર્વતીજીની મૂર્તિ કોઈ ચોરી ગયું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આવું કેમ થયું અને કોઈ આ મૂર્તિ શોધવાનો પ્રયત્ન પણ કરતું નથી. આવો અમે તમને જણાવીએ આખરે આ મંદિરમાં શું માન્યતા છે.


આ મંદિરમાં પાર્વતીજીની મૂર્તિ થઈ જાય છે ચોરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રઘુનાથઘાટના શિવ મંદિરમાં આ વખતે મહાશિવરાત્રિ પર મહાદેવ એકલા પડી ગયા છે. કારણ કે, એવી માન્યતાછે કે, જે પણ કુવારા હોય તે આ મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિની ચોરી કરે છે. ત્યારબાદ જ્યારે લગ્ન થઈ જાય છે ત્યારે પત્ની સાથે મંદિરમાં આવી મૂર્તિ પાછી મૂકી જાય છે. ત્યારબાદ જેના લગ્ન થયા નથી તે ફરીથી મૂર્તિ ચોરી કરી જાય છે. ગત મહિને 18 ફેબ્રુઆરીના મંદિરમાં પાર્વતીજીની મૂર્તિ પાછી આવી હતી અને મહાશિવરાત્રિથી પહેલા 22 ફેબ્રુઆરના માતા પાર્વતીની મૂર્તિ ચોરી થઈ ગઈ છે. આ મંદિરમાં ભગવાન શંકર ફરી એકવાર એકલા પડી ગયા છે.


લગ્ન બાદ પત્ની સાથે આવી પાછી મૂકી જાય છે મૂર્તિ
મંદિરના પૂજારી પરશુરામ પરાશરે મીડિયાને જણાવ્યું કે પાર્વતીજીની મૂર્તિ એક વર્ષ બાદ પાછી આવી છે. જો કે, મંદિરમાંથી મૂર્તિની ચોરી કોણ કરે છે તેની જાણ થઈ જાય છે પરંતુ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતી નથી. અત્યાર સુધીમાં 12 થી વધુ લોકો લગ્ન કરી ચુક્યા છે. પાર્વતીજીની મૂર્તિની ચોરી કરવા માટે માત્ર હિંડૌલીથી જ નહીં પરંતુ આસપાસના જિલ્લામાંથી લોકો આવે છે. એક ભક્તે જણાવ્યું કે મૂર્તિની ઉંમર 60 વર્ષથી વધુ છે. મૂર્તિનું કદ લગભગ એક ફુટ છે, જેને સરળતાથી બેગમાં રાખી શકાય છે. મંદિરમાં મૂર્તિ ચોર્યા પછી એક ખાલી જગ્યા પર ચોલા રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મૂર્તિની ચોરી કરતી વખતે કોઈને ખબર ન હોવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube