Budh Gochar 2023: ગ્રહોનું રાશિ પરિવર્તન સતત થતી પ્રક્રિયા છે. નિશ્ચિત સમય દરમિયાન ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનથી ધરતી પર અને 12 રાશિના જાતકોના જીવનમાં પણ ઘણા બધા ફેરફાર થાય છે. જેમ કે ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગ્રહનું જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. જ્યારે આ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર વ્યાપક હોય છે. બુધ ગ્રહને વાણી, તર્ક, વેપાર અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ થયો છે અને હવે 7 જૂન સુધી બુધ આ રાશિમાં ગોચર કરશે. બુધનું રાશિ પરિવર્તન દરેક રાશિના જાતકના જીવનમાં અસર કરશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના ઉપર બુધની વિશેષ કૃપા રહેશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આજે સંકટ ચતુર્થી, જાણો જીવનની સમસ્યા દુર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત


કર્ક રાશિમાં મંગળના ગોચરથી સર્જાશે નીચભંગ રાજયોગ, 3 રાશિને થશે અચાનક ધનલાભ


મંગળ અને બુધ મે મહિનામાં કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે જોરદાર ફાયદા


મેષ રાશિ


દૂધના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોને લાભ જ લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોની પર્સનાલિટીમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધશે. જે લોકોના લગ્ન હજી થયા નથી તેમના માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. નોકરીમાં સારું પ્રદર્શન કરશો. જીવનસાથીને પ્રમોશન મળી શકે છે. 


મિથુન રાશિ


મિથુન રાશિના જાતકો માટે પણ સારા સમયની શરૂઆત થઈ છે. બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. હાલ તે 11 માં ભાવમાં ગોચર કરે છે જેના કારણે આવકમાં વધારો થશે અને આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરી અને બિઝનેસમાં સારી તક પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન રોકાણથી લાભ પ્રાપ્ત થશે 


ધન રાશિ


ધન રાશીના લોકોને પણ બુધ ગ્રહના કારણે ફાયદો થશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમની ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. આ સમય દરમિયાન સંતાન સંબંધિત સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઓફિસમાં કામ વધારે રહેશે પરંતુ અધિકારીઓનો સહયોગ પણ મળશે. આર્થિક બાબતો માટે સારો સમય.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)