Shani Jayanti 2023: આજે શનિ દેવના પ્રિય અડદના કરી લો આ ઉપાય, દુર્ભાગ્ય અને આર્થિક તંગીથી મળશે મુક્તિ
Shani Jayanti 2023: તુરંત ફળ આપતા ઉપાય છે અડદના. શનિદેવને અડદ ખૂબ જ પ્રિય છે. જો શનિ જયંતિ પર અડદની દાળના આ ઉપાય કરવામાં આવે તો તેના આશીર્વાદ જાતક પર હંમેશા રહે છે. આજે અમે તમને અડદની દાળના કેટલાક ખાસ અને સરળ ઉપાયો વિશે જણાવીએ.
Shani Jayanti 2023: આજે એટલે કે 19 મેના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે આ દિવસને તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાય કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવા જ તુરંત ફળ આપતા ઉપાય છે અડદના. શનિદેવને અડદ ખૂબ જ પ્રિય છે. જો શનિ જયંતિ પર અડદની દાળના આ ઉપાય કરવામાં આવે તો તેના આશીર્વાદ જાતક પર હંમેશા રહે છે. આજે અમે તમને અડદની દાળના કેટલાક ખાસ અને સરળ ઉપાયો વિશે જણાવીએ.
આ પણ વાંચો:
ઘરમાં આ છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે શનિ દેવ, શનિ સંબંધિત કષ્ટથી મળે છે રાહત
હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવાથી મનોકામના થાય છે પૂર્ણ, કરતાં પહેલા જાણી લો તેના નિયમ
Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરી લેવા આ ઉપાય, શનિ દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
અડદના ચમત્કારી ઉપાયો
1. શનિ જયંતિ પર અડદમાં સિંદૂર અને દહીં છાંટીને પીપળના ઝાડ નીચે મુકી આવો. તેને રાખ્યા પછી જ્યારે તમે ઘરે પાછા આવો ત્યારે પાછળ ફરીને જોશો નહીં. શનિ જયંતિથી શરૂ કરી આ ઉપાય સતત 21 શનિવાર સુધી કરવા. આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થઈ જશે અને સૌભાગ્ય શરૂ થશે.
2. રુપિયાની આવક થતી હોવા છતાં ઘરમાં પૈસા બચતા ન હોય અને તમે સતત વધતા ખર્ચથી પરેશાન હોય તો શનિ જયંતિના દિવસે વહેતા પાણીમાં કાળા તલની સાથે અડદ પધરાવો. અડદની દાળ અને તલને વહેતા પાણીમાં પધરાવવાથી તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
3. જો વ્યક્તિની કુંડળીમાં શનિની દશા, સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો ગભરાવાની જરૂર નથી. શનિ જયંતિના દિવસે અડદની દાળની ખીચડી પોતાના હાથે બનાવો અને જરૂરિયાતમંદ લોકોને ખવડાવો. આમ કરવાથી તમને શનિ દોષમાં વધારે કષ્ટ નહીં થાય.
4. કોર્ટ-કચેરી કે વિવાદોમાંથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે અડદની દાળનો આ ઉપાય કરી શકાય છે. શનિ જયંતિના દિવસે મુઠ્ઠીભર અડદ લઈને પીપળના ઝાડ પાસે દાટી દો. આ પછી પીપળના ઝાડની સામે બંને હાથ જોડીને ક્ષમા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમે જલ્દી જ બધા વિવાદોથી છુટકારો મેળવી શકશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)