પુષ્કર ચૌધરી/નવી દિલ્હી : ભગવાન હનુમાનને લઈ ગત કેટલાક દિવસોથી અનેક વિવાદિત નિવેદનો સામે આવ્યા છે. કોઈએ તેમને દલિત ગણાવ્યા, તો કોઈએ મુસલમાન. પરંતુ હકીકત તો એ છે કે, હનુમાનજી હિન્દુઓના આરાધ્ય દેવ છે અને ભારતભરમાં તેમની પૂજા કરવામા આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એમ જાણે છે કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી. આવું એટલા માટે કે, અહીંના રહેવાસીઓ હનુમાનજી દ્વારા કરવામાં આવેલ કામથી આજ દિન સુધી નારાજ છે. આ જગ્યા છે ઉત્તરાખંડમાં આવેલ દ્રોણાગિરી ગામ.


રસ્તા વચ્ચે બેસેલા સિંહને કારણે અટકી ગયો હતો રાષ્ટ્રપતિની ગાડીનો કાફલો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રોણાગિરી ગામ ઉત્તરાખંડના સીમાંત જનપદ ચમોલીના જોશીમઠ વિકાસ ખંડમાં જોશીમઠ નીતિ માર્ગ પર આવેલું છે. આ ગામ લગભગ 14000 ફૂટની ઊંચાઈ પર છે. અહીંના લોકોનું માનવું છે કે, હનુમાનજી જે પર્વતને સંજીવની બૂટી માટે ઉઠાવીને લઈ ગયા હતા, તે પર્વત અહીં હતું. જોકે, દ્રોણાગિરિના લોકો એ પર્વતની પહેલા પૂજા કરતા હતા, તેથી તેઓ હનુમાનજી દ્વારા પર્વત ઉઠાવી લઈ જવાને કારણે નારાજ છે. આ જ કારણ છે કે, આજે પણ અહીં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી. એટલું જ નહિ, ગામમાં લાલ રંગનો ધ્વજ લગાવવા પર પણ પ્રતિબંધ છે. 


અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...

ત્યારે તેઓ ગામમાં ઉતર્યા અને વૃદ્ધાને બૂટીવાળી જગ્યા પૂછવા લાગ્યા. જ્યારે વૃદ્ધાએ બુટીવાળો પર્વત બતાવ્યો તો હનુમાનજીએ એ પર્વતના મોટા હિસ્સાને તોડીને પર્વત લઈને ઉડી ગયા. કહેવામાં આવે છે કે, જે વૃદ્ધાએ હનુમાનજીની મદદ કરી હતી તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આજે પણ આ ગામના આરાધ્ય દેવ પર્વતની વિશેષ પૂજા પર મહિલાઓના હાથનું ખાવામાં નથી આવતું અને ન તો મહિલાઓને આ પૂજામાં ભાગ લેવા દેવાય છે.