મકરસંક્રાંતિ પર ચમકશે આ 5 રાશિઓનું કિસ્મત, ઉત્તરાયણે દોરી-પતંગ છોડી બેસવું પડશે રૂપિયા ગણવા!
Makarsankrati: આ વખતની ઉત્તરાયણ એટલેકે, મકરસંક્રાંતિ કેટલીક રાશિવાળાઓ માટે બની જશે ખાસ. મકરસંક્રાંતિ પર આ 5 રાશિઓનું જે ગજબનો સંયોગ મળે છે એ જાણીને તમને પણ થશે કે નસીબ હોય તો આવું હોય...
Sankranti 2024 Zodiacs Sign: હિન્દુ સંસ્કૃતિ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકરસંક્રાંતિના પર્વને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વ પર દાન પૂણ્ય કરનારને પણ શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલું જ નહીં મકરસંક્રાંતિના પર્વને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છેકે, લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી હવે એ થવાનું છે. જે રાશિઓ અત્યાર સુધી સાવ નુકસાનીમાં હતી હવે એમને બેડોપાર થવાનો છે. આ વખતે મકરસંક્રાંતિના પર્વ પર 5 રાશિઓનું કિસ્મત ચમકી જશે.
સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસક્રાંતિ છે જે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. એવું પણ કહેવાય છેકે, આ દિવસે પૂજાપાઠ કરીને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવી જોઈએ. યાચકોને અને સાધુ-સંતોને દાન આપવું જોઈએ. આ દિવસે જેટલું દાન પુણ્ય કરવામાં આવે એનું ફળ તમને આખું વર્ષ મળતું રહે છે. મકરસંક્રાંતિનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારો રહેશે. આ દિવસથી આ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે.
ઉલ્લએખનીય છેકે, આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ છે. આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રયાણ કરશે. મકર સંક્રાંતિના કેટલાક દિવસ બાદ એટલે કે 18 જાન્યુઆરીના રોજ શુક્ર દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં શુક્રને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના શુભ હોવા પર લક્ષ્મીમાતાની વિશેષ કૃપા રહે છે. શુક્રના રાશિ પરિવર્તનથી આ પાંચ રાશિવાળાનો બેડ઼ોપાર થઈ જશે.
મેષઃ-
સૂર્ય મકર રાશિમાં આવવાથી મેષ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ મળશે. તમને તમારી કારકિર્દીમાં તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. તમે જીવનમાં ઘણી પ્રગતિ કરશો.
મિથુનઃ-
મિથુન રાશિના લોકોને સૂર્યના ગોચરથી શુભ ફળ મળશે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી ઉંમર વધશે. આ રાશિના લોકોને મિત્રોનો પૂરો સહયોગ મળશે.
ધન:-
સૂર્યના આ ગોચરથી તમને તમારી સંપત્તિ વધારવાના અનેક ઉપાયો મળશે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ સંબંધોમાં સૂર્યના ગોચરથી તમને પૂરો લાભ મળશે.
મીનઃ-
સૂર્યના આ ગોચરને કારણે મીન રાશિના લોકોને સારી આવક થશે. તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.
સિંહ:-
નોકરીમાં પ્રગતિ મળી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. પરિવારમાં સારો માહોલ રહેશે. જે પણ કાર્ય કરશો તેમાં લાભ થશે. ભગવાન શંકરની વિશેષ કૃપા મળશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)