જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના ભૂમિ પુત્ર મંગળ જેમને કલ્યાણના દેવતા પણ કહે છે તેઓ ડિસેમ્બર મહિનામાં ઉલ્ટી  ચાલ ચલવા જઈ રહ્યા છે. આવામાં મંગળનું વક્રી થવું એ  કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિઓ
કર્ક રાશિવાળા માટે મંગળનું વક્રી થવું એ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થશે. આથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આત્મવિશ્વાસ વધશે. આ ગોચર તમારા અંગત જીવનમાં પણ ખુશીઓ લાવશે. પ્રેમ સંબંધોમાં ખુશીઓ વધશે. સાચો લાઈફ પાર્ટનર મળી શકે છે. પરિણીત લોકોનું લગ્નજીવન સારું રહેશે. પાર્ટનરશીપના કામમાં લાભ મળી શકે છે. 


વૃશ્ચિક રાશિ
મંગળ ગ્રહનું વક્રી થવું એ વૃશ્ચિક રાશિવાળા માટે ખુબ શુભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવ પર વક્રી થવા જઈ રહ્યો છે. આથી  આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. એટલું જ નહીં  તમને તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન ઘડી શકો છો. મંગળ ગ્રહનું વક્રી થવું એ વિદ્યાર્થીઓને પણ સારું પરિણામ આપશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ દરમિયાન લોકો વચ્ચે તમારી લોકપ્રિયતા વધશે. આર્થિક રીતે આ સ્થિતિ તમારા માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. કોઈ પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે મંગળ ગ્રહનું વક્રી થવું એ કરિયર અને વેપારની રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વેપારીઓને સારા ઓર્ડર મળી શકે છે. જેનાથી લાભ થશે. કરિયરમાં નવા  અને સારા ચાન્સ મળવાની શક્યતા છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી મળી શકે છે. પિતા સાથે સંબંધ મજબૂત થશે. 


Disclaimer: 
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.