Vakri Shani Effects: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેથી જે લોકો અનિતી કરે છે અથવા તો ખરાબ કામ કરે છે તેમને શની ખૂબ જ કષ્ટ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ સૌથી વધારે કષ્ટ ત્યારે આપે છે જ્યારે તે વક્રી દશામાં હોય. ગત 17 જૂન 2023ના રોજ વક્રી થયા છે અને 4 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ ચાર મહિનાનો સમય કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનો છે. જોકે કેટલીક રાશિ એવી પણ છે જેમના માટે આ સમય લાભદાયક રહેશે. કારણ કે વક્રી થયા પછી શનિએ કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કર્યું છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ ચાર મહિના દરમિયાન લાભ જ લાભ થવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ 5 રાશિનું ચમકાવશે ભાગ્ય


આ પણ વાંચો:


શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર


Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ફળશે આ 3 રાશિના લોકોને, મળશે ધન, યશ, પદ અને સફળતા


Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ


મેષ રાશિ


શનિની વક્રી ગતિ મેષ રાશિના લોકોને અપાર લાભ આપશે. મિલકતમાં વધારો થશે. આર્થિક લાભ થશે. તમારી આવકમાં વધારો થશે. જે પણ આર્થિક સમસ્યાઓ હતી તે હવે દૂર થશે. નોકરી-ધંધામાં પણ લાભ થશે. પ્રગતિ મળશે. નફામાં વધારો થશે.


વૃષભ રાશિ
 
વક્રી શનિના કારણે બનેલો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ વૃષભ રાશિના લોકોને અઢળક લાભ આપશે. તમારા જીવનમાં મોટા ફેરફારો આવશે. તમને તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી મળી શકે છે. નોકરીમાં મોટું પદ અને પગાર વધારો મળી શકે છે. સાથે જ તમારી જવાબદારીઓ વધશે.

મિથુન રાશિ


વક્રી શનિ મિથુન રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે. તમને વિદેશ જવાની તક મળી શકે છે. નોકરી-ધંધામાં લાભ થશે. આર્થિક પ્રગતિ થશે. પૈસાથી ફાયદો થશે. જીવનમાં ખુશીઓ આવશે.



સિંહ રાશિ


વક્રી શનિ સિંહ રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. અટકેલા કામ પૂરા થશે. બિઝનેસ ડીલ અટકી હતી તો તે હવે કન્ફર્મ થશે. રોકાણથી લાભ થશે.



મકર રાશિ


શનિની વક્રી ગતિ મકર રાશિના લોકોને આર્થિક લાભ આપશે. વિવિધ સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થશે. તમારી આવકમાં વધારો થશે. જેના કારણે તમે બચત કરી શકશો. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)