Vakri Shani 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું અલગ મહત્વ હોય છે. દરેક અગ્રહ અનિશ્ચિત સમય પર ગોચર કરે છે, વક્રી થાય છે અને માર્ગી થાય છે. બધા જ ગ્રહોમાં શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. શનિ ન્યાય અને કર્મ ફળના દાતા છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે વર્ષ 2025 સુધી શનિવાર રાશિમાં બિરાજમાન રહેશે. 17 જૂન 2023 થી શનિ કુંભ રાશિમાં જ વક્રી થયા છે. શનિના વક્રી થવાથી કેટલીક રાશિના લોકો માટે ખરાબ સમય શરૂ થયો છે તો કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખુલી ગયા છે. રાશિ ચક્રની 2 રાશિ તો એવી છે જેને નવેમ્બર મહિના સુધી અઢળક લાભ પ્રાપ્ત થવાના છે. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિ છે જેના ઉપર શનિ મહેરબાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Rajyog: આ 4 રાશિઓના લોકો ખૂબ કમાય છે ધન અને નામના, કુંડળીમાં જન્મજાત હોય છે રાજયોગ


શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરી કરો આ 1 સરળ ઉપાય, દુર થશે શનિ પીડા


બ્રહ્મ મુહૂર્તમાં આવે જો આવા સપના તો સમજી લેવું લાગવાની છે લોટરી... થાય છે ધન લાભ


મકર રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી મકર રાશિના લોકોનું ભાગ્ય ખુલશે. આ દરમિયાન આ રાશિના લોકોને આર્થિક ફાયદો થશે. આ સમયે તેમનું બેંક બેલેન્સ વધશે. આ સમય દરમિયાન તમે મિલકત વગેરેમાંથી પણ પૈસા કમાઈ શકો છો. આ સમય મિલકતમાં રોકાણ માટે પણ ઉત્તમ છે. આ સમયે પારિવારિક સુખ અને સુવિધાઓમાં વધારો થશે. આ સમયે તમારા જીવનમાં પ્રેમ પાછો આવી શકે છે. સાથે જ વ્યક્તિનું વિવાહિત જીવન પણ ખુશહાલ રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન વાણી પર નિયંત્રણ રાખો. તમારી વાત કોઈનું દિલ દુભાવી શકે છે અને તે સંબંધ બગડી શકે છે.


ધન રાશિ


ધન રાશિના લોકો માટે શનિનું વક્રી થવું વિશેષ ફળદાયી રહેશે. આ સમયે ધન રાશિના જાતકોને વધુ લાભ મળશે. આ સમય દરમિયાન ઓફિસમાં લોકો તમારા કામની પ્રશંસા કરશે અને તમને ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. સહકર્મીઓનો સહયોગ મળશે. તમે તમારી વાણીથી લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. આ સમય દરમિયાન તમારું અટકેલું કામ જલ્દી પુરું થઈ જશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટકેલા કામ પૂરા થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તમને ફાયદો થશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)