Shukra Vakri 2023: કુંડળીમાં જો શુક્ર ગ્રહ શુભ હોય તો વ્યક્તિ રાજા જેવું વૈભવશાળી જીવન જીવે છે. વ્યક્તિને તેના જીવનમાં અઢળક ધન, વૈભવ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આજ કારણ છે કે જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે પણ લોકોના જીવન ઉપર તેનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે. શુક્ર ગ્રહ વક્રી થયો છે. સિંહ રાશિમાં શુક્ર વક્રી છે અને 4 સપ્ટેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે. શુક્રના વક્રી થવાથી 12 રાશિના જાતકોના જીવન ઉપર વ્યાપક અસર પડશે. પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમને આ સમય દરમિયાન આર્થિક લાભ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી શુક્રથી આ રાશિને થશે લાભ


આ પણ વાંચો:


Vastu Tips: ઘરમાં આવતું ધન અટકાવે છે આ છોડ, ઘરમાં રાખ્યા હોય તો તુરંત કરજો દુર


50 વર્ષ પછી સર્જાયો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોને મળશે અટકેલું ધન અને પ્રમોશન


Palmistry: જેની હથેળીમાં આ જગ્યાએ હોય આવી રેખા તે 30 વર્ષ સુધીમાં બને છે કરોડપતિ


વૃષભ રાશિ


વક્રી શુક્ર વૃષભ રાશિના લોકોને શુભ ફળ આપશે. શુક્ર ગ્રહ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે તેથી વક્રી હોવા છતાં પણ આ રાશિને શુક્રથી લાભ થશે. આ રાશિના લોકોને જમીન, વાહન અને સંપત્તિથી ફાયદો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને આવકમાં વધારો થશે.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને પણ વક્રી શુક્ર લાભ કરાવશે. ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન તીર્થયાત્રા કરી શકો છો. આર્થિક લાભ પ્રાપ્ત થશે. કામકાજમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અટકેલા કામ પૂરા થવાથી પ્રસન્નતા થશે. લગ્નજીવન સારું રહેશે.


ધન રાશિ


ધન રાશિના જાતકોને પણ વક્રી શુક્ર લાભ કરાવશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. અટકેલા કામ પૂરા થશે. નોકરી, વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આવકમાં વધારો થશે અને અટકેલું ધન પણ પરત મળી જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)