Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ભૌતિક સુખનો કારક ગ્રહ છે. વ્યક્તિ જીવનમાં કેટલું સુખ અને સમૃદ્ધિ ભોગવશે તેનો આધાર કુંડળીમાં શુક્રની અવસ્થા પર હોય છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ સુખ સમૃદ્ધિથી ભરપૂર વિલાસતા સાથે જીવન જીવે છે. પરંતુ જો શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આવી જ રીતે જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે કે પછી તે અસ્ત થાય કે વક્રી થાય તો તેનો પ્રભાવ પણ દરેક રાશિના જીવન પર જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગ્રહ હાલ વક્રી છે અને 7 ઓગસ્ટે વક્રી અવસ્થામાં જ કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં શુક્ર 2 ઓક્ટોબર સુધી રહેશે. 4 સપ્ટેમ્બર 2023 ના રોજ શુક્ર વક્રીમાંથી માર્ગી થશે. શુક્રની આ વક્રી સ્થિતિ અસામાન્ય ઘટના છે. દર દોઢ વર્ષે શુક્ર વક્રી થાય છે. જ્યારે શુક્ર વક્રી થાય છે તો કેટલીક રાશિને સુખ સમૃદ્ધિ મળે છે તો કેટલીક રાશિઓના જીવનમાં કષ્ટ વધે છે. હાલ શુક્રની વક્રી ચાલ ત્રણ રાશિના જીવન ઉપર સંકટ ઊભું કરી શકે છે.


વક્રી શુક્રથી આ રાશિઓએ રહેવું સાવધાન


આ પણ વાંચો:


17 ઓગસ્ટથી બદલશે આ 3 રાશિના લોકોનું જીવન, ચતુર્ગ્રહી યોગ અપાવશે અઢળક ધન અને સફળતા


Fitkari Ke Totke: ફટકડીના આ ટોટકા છે અચૂક, કરવાથી ઘરમાં દિવસ રાત વધે છે સુખ-સમૃદ્ધિ


એક પણ દિવસ પાળ્યા વિના સતત 11 દિવસ જે કરે આ કામ તેની મનોકામના હનુમાનજી કરે છે પુરી


કર્ક રાશિ


શુક્ર ગોચર 2023 દરમિયાન કોઈપણ રોકાણ સંબંધિત નિર્ણય લેવાનું ટાળો. આ સમય દરમિયાન રોકાણ અંગે લીધેલો નિર્ણય તમને ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે. જીવનસાથી સાથે અણબનાવ થવાની સંભાવના છે. તમે વધારે પૈસા ખર્ચતા જણાશો. માતા સાથે ગેરસમજ થવાની સંભાવના છે. વક્રી શુક્રના પ્રભાવને દુર કરવા માટે ચંદનના અત્તરનો ઉપયોગ કરો અને સ્વચ્છ કપડાં પહેરો.


કન્યા રાશિ 


આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમે તમારા બાળક માટે થોડા ચિંતિત રહી શકો છો. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને બચતમાં ઘટાડો થશે. કોઈપણ મોટું આર્થિક જોખમ અથવા મોટું નાણાકીય રોકાણ કરવાનું ટાળો. નુકસાન થવાની સંભાવના છે. નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાના પણ સંકેત છે. ઉપાય માટે વરાહમિહિરની પૌરાણિક કથાનો પાઠ કરો.


કુંભ રાશિ


ભાગીદારીમાં વેપાર કરતા લોકોને ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે.  માતા-પિતા સાથે બિનજરૂરી મુદ્દાઓ પર વિવાદ થઈ શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે અને આવકમાં ઘટાડો થઈ શકે છે. વાતચીતના અભાવે ગેરસમજ વધવાની પણ શક્યતા છે. મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવાથી તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે. શુક્રના પ્રભાવથી બચવા માટે ઘરમાં સફેદ સુગંધી ફૂલોના છોડ લગાવો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)