મોટા અમંગળથી બચવા સાવધાન! તરત તપાસો, ઘરમાં હનુમાનજીનો ફોટો ખોટી જગ્યાએ તો નથી ને?
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતો વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તેમની તસવીર હંમેશાં દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. કારણકે દક્ષિણ દિશા યમની દિશા ગણાય છે અને યમરાજના ફંડને કાપવાની ક્ષમતા માત્ર હનુમાનજીમાં જ છે. ઘરમાં ખોટી જગ્યાએ લગાવેલ હશે હનુમાનજીની તસવીર તો, થઈ શકે છે મોટુ અમંગળ...
નવી દિલ્હીઃ શું તમારા ઘરમાં પણ હનુમાનજીની તસવીર લગાવેલી છે? તો તુરંત તપાસો આ વસ્તુ નહીં તો પડશે તકલીફ. સામાન્ય રીતે આપણે દરેક તકલીફોથી બચવા માટે ઘરમાં ભગવાનની તસવીરો લગાવતા હોઈએ છીએ. આ તસવીરોની પુજા પણ કરતા હોઈએ છીએ. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક દિશાઓ અને દશાઓનું આપણાં ઘર પર પ્રભુત્વ રહે છે. ત્યારે ઘરમાં કઈ વસ્તુ ક્યાં મુકેલી છે તેનું પણ ખાસ મહત્ત્વ હોય છે. એવામાં ઘરમાં લગાવેલી હનુમાનજીની તસવીર પણ તમારા જીવનમાં મોટા ફેરફાર કરી શકે છે....
ઘરમાં હનુમાનજીની તસવીર હોય તો, સૌ સભ્યોને શુભ પરિણામ મળે છે. પરંતુ જો તે ખોટી જગ્યાએ હોય તો, તેનાથી અમંગળ સંકેત મળવા લાગે છે. તેથી જો તમે યોગ્ય દિશામાં તસવીર નહીં લગાવી હોય તો હનુમાનજી પણ નારાજ રહેશે. અને જો તમે યોગ્ય દિશામાં તેમની તસવીર લગાવીને તેની પુજા કરશો તો હનુમાનજી પણ પ્રસન્ન રહેશે. જો હનુમાનજી પ્રસન્ન રહેશે તો તમારે દુનિયામાં કોઈનાથી ડરવાની જરૂર નથી. એટલેકે, કહેવાય છેકે, તુમ રક્ષક કાહુ કો ડરના...ના સે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા...
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવી ખૂબજ શુભ ગણાય છે. તેનાથી ઘરના સંકટ દૂર થાય છે. જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે. પરંતુ વાસ્તુમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે કે, જો હનુમાનજીની તસવીર ખોટી દિશામાં લગાવેલ હોય તો, તેનાથી ઘર-પરિવારમાં અમંગળ થાય છે, ઘરમાં કલેશનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. જોકે આ વાત સંપૂર્ણ સત્ય છે કે, હનુમાનજી વાસ્તુ, જ્યોતિષ, દિશા, દશા વગેરે આનાથી પર છે અને તેને ઘરમાં કોઈ પણ સ્વરૂપે લાવવી શુભ ગણાય છે, પરંતુ તેમ છતાં જ્યોતિષ એક્સપર્ટ ડૉ. રાધાકાંત વત્સનું માનવું છે કે, વાસ્તુના નિયમો ભગવાન માટે નહીં, પરંતુ ગ્રહની દિશાને નિર્ધારિત કરવા માટે હોય છે, એવામાં જો ભગવાનની તસવીર યોગ્ય દિશામાં લાગેલ હોય તો, ગ્રહ અશુભ પ્રભાવ નથી પાડતા.
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતો વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તેમની તસવીર હંમેશાં દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. કારણકે દક્ષિણ દિશા યમની દિશા ગણાય છે અને યમરાજના ફંડને કાપવાની ક્ષમતા માત્ર હનુમાનજીમાં જ છે. ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ચિત્રમાં હનુમાનજીની બેસેલી મુદ્રા ઉત્તમ ગણાય છે. કારણકે બેસેલી મુદ્રામાં હનુમાનજી ઘરમાં સ્થાઈ રૂપે રહે છે અને ઘરના લોકોને પોતાના હોવાનો અનુભવ પણ કરાવે છે.
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ચિત્રમાં હનુમાનજીએ લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરેલાં હોય. કારણે લાલ રંગનાં વસ્ત્રોમાં હનુમાનજી સૌભાગ્ય અને કાર્ય પૂર્તિનું પ્રતીક ગણાય છે. ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ઉત્તર દિશામાં પણ હનુમાનજીની તસવીર લગાવી શકાય છે, આ દિશામાં લગાવવાથી બધા જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે.
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, હનુમાનજીની તસવીર પંચમુખી હોય તો તે બહુ સારું ગણાય છે, કારણકે પંચમુખી હનુમાનજીના પ્રભાવથી શત્રુ બાધા, બીમારી અને અણબનાવ દૂર થાય છે. ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, રામ દરબારમાં બેસેલ હનુમાનજીની તસવીર પણ શુભ ગણાય છે, કારણકે રામ દરબારમાં બેસેલ હનુમાનજીની તસવીર ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ દર્શાવે છે.
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, પર્વત ઉપાડેલ હનુમાનજીની તસવીર પણ બહુ સારી ગણાય છે, કારણકે પર્વત ઉપાડતી હનુમાનજીની તસવીર સાહસ, બળ, વિશ્વાસ અને જવાબદારીને દર્શાવે છે. ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે ઉડતા હનુમાનજીની તસવીર લગાવવી શુભ ગણાય છે. કારણકે ઉડતા હનુમાનજીના ચિત્રના પ્રભાવથી ઘરમાં ઉન્નતિ, વિકાસ અને સફળતા આવે છે.
ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, હનુમાનજીની તસવીરમાં તેઓ રામ ભજન કરતા હોય, શ્રી રામ સાથે મિલન કરતા હોય, સફેદ વસ્ત્રોમાં હોય, ધ્યાન ધરી રહ્યા હોય, વગેરે સ્વરૂપોમાં દરેક રીતે સર્વોત્તમ ગણાય છે. આ હતા ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવાના કેટલાક નિયમો અને યોગ્ય દિશા.
(DISCLAIMER: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)