નવી દિલ્લીઃ ઘરમાં રહેલું પૂજાઘર, કિચન સિવાય બાથરૂમ પણ ઘરનો મહત્વનો ભાગ ગણાય છે. કેમ કે, બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા પેદા થાય છે. જેના પ્રભાવથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ સિવાય ઘણા રોગનો પણ શિકાર બની શકે છે. એટલા માટે ઘરમાં રહેલું બાથરૂમ વાસ્તુ મુજબ હોવું ખુબ જ જરૂરી છે. કેમ કે, તેનાથી આખા ઘરના વાસ્તુદોષ ઠીક થઈ શકે છે. આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે. જાણો વાસ્તુ અનુસાર, બાથરૂમ માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


-બાથરૂમ સાચી દિશામાં હોવું ખુબ જ જરૂરી છે. કેમ કે ખોટી દિશામાં હોય તો નકારાત્મક ઉર્જા વધી જાય છે. એટલા માટે બાથરૂમને ઘરમાં ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેને ક્યારેક દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અથવા તો દક્ષિક-પશ્ચિમ દિશા તરફ ન બનાવવું જોઈએ. 


- વાસ્તુ અનુસાર, બાથરૂમ બનાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે કિચનની આસપાસ અથવા તો સામે ન હોવું જોઈએ. તેનાથી વાસ્તુદોષ વધે છે.


-બાથરૂમના વાસ્તુ મુજબ, પેન્ટ કરવવું શુભ મનાઈ છે. એટલા માટે બાથરૂમમાં વાદળી રંગનો કરાવવો જોઈએ. કેમ કે, આ રંગ ખુશીનું પ્રતીક છે.


- વાસ્તુ મુજબ, બાથરૂમમાં રહેલો ટબ કે ડોલનો રંગ પણ વાદળી રાખો. તેનાથી લાભ થશે. આ સિવાય ડોલ હંમેશા ભરેલી રાખો. 


- બાથરૂમમાં અરીસો લગાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, તે સીધો દરવાજા સામે ન આવે. કેમ કે, તેનાથી નકારાત્મક પ્રવાહ વધી જાય છે.


- બાથરૂમમાં અરીસો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ક્યારેય ગોળ અથવા અંડાકાર અરીસો ન લગાવવો જોઈએ.


- વાસ્તુ અનુસાર, જ્યારે જરૂરી ન હોય ત્યારે બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. કેમ કે, ત્યાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા પેદા થાય છે. એટલે જો બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય તો તે નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાઈ જાય છે. જેના કારણે આર્થિક સંકટની સાથે કરિયરમાં પણ અડચણ આવે છે. 


(નોંધ- ઉપર આપેલી માહિતીની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું)